Thursday, September 17, 2026

અમદાવાદની આ જાણીતી સહકારી બેંકમાંથી આજથી નહીં ઉપાડી શકાય રોકડ, RBIએ લગાવ્યો પ્રતિબંધ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં સહકારી બેંકોની આર્થિક સ્થિતિ કથળી રહી હોય તેવા કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આકરૂં વલણ અપનાવતા અમદાવાદની ‘ગુજરાત રાજ્ય કર્મચારી સહકારી બેંક’ પર મોટા આર્થિક પ્રતિબંધો લાદી દીધા છે. 11 માર્ચ, 2026 ના રોજ કામકાજ પૂર્ણ થયા બાદથી આ આદેશ લાગુ થઈ ગયો છે, જેના પગલે બેંકના હજારો સભ્યો અને થાપણદારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

RBI દ્વારા જારી કરાયેલા કડક આદેશ મુજબ, બેંકની નબળી આર્થિક સ્થિતિ (લિક્વિડિટીની અછત) ને ધ્યાનમાં રાખીને ગ્રાહકોના નાણાં ઉપાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. એટલે કે, બચત ખાતા (સેવિંગ્સ એકાઉન્ટ) કે ચાલુ ખાતા (કરન્ટ એકાઉન્ટ) માંથી ગ્રાહકો હાલ પોતાના જ રૂપિયા ઉપાડી શકશે નહીં.RBI એ અમદાવાદની ગુજરાત રાજ્ય કર્મચારી કો-ઓપરેટિવ બેંકની નબળી નાણાકીય સ્થિતિ અને લિક્વિડિટી ચિંતાઓને ધ્યાનમાં રાખીને પ્રતિબંધો લગાવ્યા છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની જોગવાઈઓ હેઠળ આ નિર્દેશો 11 માર્ચ 2026ના રોજ કામકાજ બંધ થયા બાદથી અમલમાં આવ્યા હતા.

RBI ના આદેશ મુજબ, બેંક હવે રિઝર્વ બેંકની આગોતરી લેખિત મંજૂરી વિના નવી લોન આપી શકશે નહીં અથવા જૂની લોન રિન્યુ કરી શકશે નહીં. આ ઉપરાંત, બેંક નવું રોકાણ, ભંડોળ ઉધાર લેવું, નવી થાપણો સ્વીકારવી અથવા કોઈપણ મિલકતનું વેચાણ કરી શકશે નહીં. બેંકને હાલ પૂરતા સેવિંગ્સ, કરન્ટ અથવા અન્ય કોઈપણ ડિપોઝિટ ખાતામાંથી ઉપાડ કરવાની મંજૂરી ન આપવા સૂચના આપવામાં આવી છે. જોકે, RBI દ્વારા નિર્ધારિત શરતોને આધીન, બેંક થાપણો સામે લોનનું એડજસ્ટમેન્ટ કરી શકે છે.

RBIએ સ્પષ્ટતા કરી છે કે બેંક સ્ટાફનો પગાર, ભાડું અને વીજળીના બિલ જેવા આવશ્યક ખર્ચાઓ કરવાનું ચાલુ રાખી શકે છે. RBI એ જણાવ્યું કે, બેંકના બોર્ડ અને મેનેજમેન્ટ સાથે વારંવારની ચર્ચાઓ છતાં તેની કામગીરી અને નાણાકીય શિસ્તમાં પૂરતો સુધારો ન આવતા આ પગલું લેવામાં આવ્યું છે. થાપણદારોના હિતોનું રક્ષણ કરવા માટે આ નિર્ણય લેવો જરૂરી હતો. થાપણદારો ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન તરફથી ₹5 લાખ સુધીનો વીમો મેળવવા માટે પાત્ર છે, જે જરૂરી દસ્તાવેજોની ચકાસણી અને સંમતિ ફોર્મ સબમિટ કર્યા પછી મળશે.

આ ઉપરાંત RBI એ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રતિબંધોનો અર્થ બેંકનું લાઇસન્સ રદ કરવું તેવો નથી. બેંક લાદવામાં આવેલી શરતો હેઠળ કાર્ય કરવાનું ચાલુ રાખશે અને RBI બેંકની નાણાકીય કામગીરીના આધારે સ્થિતિની સમીક્ષા કરશે. આ પ્રતિબંધો 11 માર્ચ, 2026 થી આગામી છ મહિના સુધી અમલમાં રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...