Saturday, March 14, 2026

અમદાવાદ કલેક્ટરની એડવાઈઝરી જાહેર, કૂકરનો ઉપયોગ કરવો, કઠોળ પલાળીને બાફવા

spot_img
Share

અમદાવાદ: ઇંધનની પરિસ્થિતિને લઈ અમદાવાદ કલેક્ટરે એડવઝાઈરી જાહેર કરી છે. સમય પહેલા LPG સિલિન્ડર બુક ન કરવા અપીલ કરી છે. આ સાથે જ સર્વર લોડ ઘટાડવા એડવાઈઝરી જાહેર કરી છે. રાંધણ ગેસની બચત માટે સોલાર કુકરનો ઉપયોગ કરવા સલાહ અપાઇ છે. પેટ્રોલ-ડીઝલ બચાવવા પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપયોગ કરવાની અપીલ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ કલેક્ટરના એકાઉન્ટ પરથી કરવામાં આવેલી X પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ તથા એલ.પી.જી નો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. એક જ ગ્રાહક દ્વારા બે સિલિન્ડરના બુકીંગ વચ્ચે શહેરી વિસ્તારમાં 25 દિવસ તથા ગ્રામીણ વિસ્તારમાં 45 દિવસનુ અંતર રાખવા બાબતની સૂચના આપવામાં આવેલ છે. જેથી ગ્રાહકો દ્વારા સૂચવેલ સમયમર્યાદા પહેલાં બિનજરૂરી ઓનલાઈન બુકીંગ માટે પ્રયત્ન કરવામાં ન આવે જેથી સર્વર પરનો લોડ ઘટાડી શકાય.રાંધણ ગેસનો બચાવ કરવા બને ત્યાં સુધી કુકરનો ઉપયોગ કરવો, કઠોળને પલાળીને બાફવા જેવી કાર્યક્ષમ રાંધણ પધ્ધતિ અપનાવવી. તેમજ વૈકલ્પિક ઉર્જાસ્ત્રોત તરીકે સોલર કુકર વિગેરેનો ઉપયોગ વધારી શકાય.

ઘરમાં ઉર્જાની બચત માટે ACનું ટેમ્પરેચર ૨૫ સેલ્સીયસ કે તેથી વધુ રાખવામાં આવે તે ઇચ્છનીય છે. વધુમાં રાજ્ય સરકાર દ્વારા હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ પેટ્રોલ તથા ડીઝલની મહત્તમ બચત થાય તે માટે બને ત્યા સુધી પબ્લીક ટ્રાન્સ્પોર્ટનો, ભાગીદારીમાં મુસાફરીનો ઉપયોગ કરવો ઈચ્છનીય છે. ઘરેલૂ LPG સબંધિત મદદ માટે ટેલિફોન નંબર -079-0232-52680 પર સંપર્ક કરી શકાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...