Wednesday, April 1, 2026

હનુમાન જયંતી પૂર્વે અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિર ખાતે નીકળી શોભાયાત્રા, CM ભૂપેન્દ્ર પટેલે કરાવી શરૂઆત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં હનુમાન જયંતી પૂર્વે ભક્તિભાવનો માહોલ જામ્યો છે. હનુમાન જયંતીના પર્વ નિમિત્તે શહેરમાં આજે ભવ્ય શોભાયાત્રા નીકળી, હનુમાનજીનો રથ હનુમાનજી ગદાની ઊંટગાડી સાથે હનુમાનજીની શોભાયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો.કેમ્પ હનુમાનથી 16 કિમી શોભાયાત્રા નીકળી. આ શોભાયાત્રા દિવસભર શહેરના મુખ્ય માર્ગો પર ફરીને સાંજે ફરી હનુમાન કેમ્પ મંદિર ખાતે પરત ફરવાની છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, હનુમાન જયંતી પૂર્વે અમદાવાદના હનુમાન કેમ્પ મંદિરે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ હાજર રહ્યા હતા. તેમણે મંદિરમાં પૂજા-અર્ચના કરીને શોભાયાત્રાને લીલી ઝંડી આપી હતી. આ શોભાયાત્રાનું આયોજન હનુમાન કેમ્પ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રસ્ટી સુધીર નાણાવટી સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. યાત્રાની શરૂઆત હનુમાન કેમ્પ મંદિરથી થઈ અને વાસણા ખાતે આવેલા વાયુદેવ મંદિર સુધી તેનો માર્ગ નક્કી કરવામાં આવ્યો હતો.

આ ભવ્ય શોભાયાત્રામાં પરંપરાગત ભગવાનના સજાવટ કરેલા રથો સાથે કુલ 11 અલગ-અલગ ટેબલો રજૂ કરવામાં આવ્યા હતા. દરેક ટેબલોમાં ધાર્મિક અને સામાજિક સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને આ વર્ષે “ઓપરેશન સિંદૂર” વિષય પર આધારિત ટેબલો લોકોને ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. 20 ટ્રક,200 બુલેટ, ઊંટ ગાડી,ઘોડાગાડી સાથે શોભાયાત્રામાં જોડાયેલા ભક્તો જય શ્રી રામ અને જય હનુમાનના નારા સાથે ભક્તિમય માહોલ ઊભો કર્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતી આ યાત્રા જોવા માટે રસ્તાઓ પર લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી.

કેમ્પ હનુમાનથી 16 કિમી શોભાયાત્રા નીકળી આ શોભાયાત્રા દિવસભર શહેરના મુખ્ય માર્ગો પર ફરીને સાંજે ફરી હનુમાન કેમ્પ મંદિર ખાતે પરત ફરવાની છે. યાત્રા દરમિયાન સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. હનુમાન જયંતી પૂર્વે યોજાયેલી આ શોભાયાત્રાએ શહેરમાં ધાર્મિક એકતા અને ઉત્સાહનો સુંદર માહોલ ઉભો કર્યો છે. જેમાં નાના બાળકો થી લઈને વૃદ્ધો સુધીના તમામ લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...