અમદાવાદ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મતદાનની તારીખોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેના અનુસંધાને હવે તમામ પક્ષો અને ઉમેદવારો ચૂંટણી પ્રચાર માટે સજ્જ થઈ રહ્યા છે.

રાજ્ય ચૂંટણી પંચે બુધવારે આખરી મતદાર યાદી સાથે સ્થાનિર સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. જે અનુસાર 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકાની અને 34 જિલ્લા તથા 260 તાલુકા પંચાયત પર આગામી 26 એપ્રિલે સવારના 7થી સાંજના 6 મતદાન યોજાશે અને 28મી એપ્રિલે મતગણતરી થશે. અને પરિણામો જાહેર કરવામાં આવશે.
ચૂંટણી કાર્યક્રમ જાહેર થતા જ સમગ્ર રાજ્યમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. જેના કારણે સરકાર અને રાજકીય પક્ષોને વિવિધ નિયમોનું પાલન કરવું પડશે. હવે આવતા દિવસોમાં ચૂંટણી પ્રચાર વધુ તેજ બનવાની શક્યતા છે.


