Saturday, April 4, 2026

નવા સુભાષ બ્રિજનું નિર્માણ : આ તારીખથી સાબરમતી નદી કરાશે ખાલી, બેરેજના 18 દરવાજાનું રિપેરિંગ કરાશે

spot_img
Share

અમદાવાદ : શહેરની જીવાદોરી સમાન સાબરમતી નદી અને તેના પર આવેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નવિનીકરણ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મોટું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના 30 માંથી 18 ગેટનું રિપેરિંગ કરવામાં આવશે. આ માટે 15 એપ્રિલથી સાબરમતી નદી ખાલી કરાશે. સાથે સાથે સુભાષબ્રિજના જૂના સ્પાન તોડી નવા સ્પાન માટે જરૂરી કામગીરી શરૂ કરાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, હવે 15 એપ્રિલ સુધીમાં નદીમાંથી પાણી ખાલી થવાને લીધે વાસણા બેરેજનું સમારકામ 15 એપ્રિલથી શરૂ થશે. બીજી તરફ બેરેજના સમારકામની 60 દિવસની સમયમર્યાદા જોતા, 15 જૂને ચોમાસું બેસી ગયા પછી નિયમ મુજબ કામગીરી થઈ શકે નહીં. તેથી હાલ નદીમાં નવા નીર આવતા નથી. હવે 12 થી 15મી એપ્રિલ દરમિયાન પાણી છોડીને નદી ખાલી કર્યા બાદ કામ શરૂ કરાશે. બેરેજના 18 દરવાજા રિપેર કરનાર કોન્ટ્રાક્ટરે 6 દરવાજા સ્થળ પર ઉતારી દીધા છે, પરંતુ હવે જગ્યા ન હોવાથી બાકીનો સામાન 10 મી એપ્રિલ પછી ઉતારશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સંબંધિત વિભાગોએ આ બંને મહત્વના પ્રોજેક્ટ્સને માત્ર 60 દિવસમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, 15 જૂન પહેલા, એટલે કે વિધિવત ચોમાસાના આગમન પૂર્વે જ બેરેજના દરવાજા અને બ્રિજના પાયાની કામગીરી પૂરી કરી દેવામાં આવશે. આ ડેડલાઇન રાખવા પાછળનું મુખ્ય કારણ એ છે કે વરસાદી મોસમમાં નદીમાં પાણીની આવક વધતા કામગીરીમાં અવરોધ આવી શકે છે.

અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતા જૂના સુભાષ બ્રિજની હાલત જર્જરિત હોવાને કારણે તેને તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે. આ બ્રિજને તોડીને ત્યાં નવું મજબૂત નિર્માણ કરવાની કામગીરી હવે પ્રાયોગિક ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. નવા બ્રિજની ડિઝાઈન એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે જે આગામી અનેક દાયકાઓ સુધી ટ્રાફિકનું ભારણ સહન કરી શકે. આ પ્રોજેક્ટથી સાબરમતી રિવરફ્રન્ટના ટ્રાફિકને પણ મોટી રાહત મળશે.

આ કામગીરી દરમિયાન સુભાષ બ્રિજની આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવી શકે છે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે અને તંત્રને સહકાર આપે. સાબરમતીમાં પાણી ઓછું થવાથી રિવરફ્રન્ટની રોનકમાં થોડા સમય માટે ફેરફાર દેખાઈ શકે છે, પરંતુ ભવિષ્યની સલામતી અને સુવિધા માટે આ કામગીરી અત્યંત અનિવાર્ય છે. તંત્ર દ્વારા રાત્રિના સમયે પણ કામ ચાલુ રાખીને નિર્ધારિત સમયમાં પ્રોજેક્ટ પૂરો કરવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...