Thursday, September 17, 2026

અમદાવાદીઓ સાવધાન, પરિવાર માટે કાળ બન્યું ઢોંસા બનાવવાનું ખીરું, બે બાળકીના મોત, દંપત્તિ સારવાર હેઠળ

spot_img
Share

અમદાવાદ : શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બજારમાંથી લાવેલા ખીરામાંથી ઢોસા બનાવીને ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થતા એક જ પરિવારની બે માસૂમ દીકરીઓના મોત નિપજ્યાના દાવો કરવામાં આવ્યો છે. જ્યારે બાળકીઓના માતા-પિતાની હાલત પણ ગંભીર છે અને તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ચાંદખેડામાં એક પરિવારે બજારમાંથી ઢોંસા બનાવવા માટેનું તૈયાર ખીરું મંગાવ્યું હતું.ખીરાથી બનાવેલા ઢોંસા ખાધા બાદ પરિવારના તમામ સભ્યોની તબિયત બગડી ગઈ.આ ઘટનામાં 3 મહિનાની એક બાળકી અને 4 વર્ષની બીજી બાળકીનું કરુણ અવસાન થયું,જ્યારે માતા-પિતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ ગંભીર ગણાઈ રહી છે.

પરિવારજનો જણાવ્યું કે, સાંજે ખીરામાંથી ઢોસા બનાવીને ખાધા હતા અને સવારે બધાને ઉલટીઓ થવા લાગી હતી. યુવકના પિતાએ જે ડેરીમાંથી ખીરું લાવવામાં આવ્યું હતું તેની સઘન તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

આ ઘટના પછી લોકોમાં ભય અને ગુસ્સો બંને જોવા મળી રહ્યા છે.ખાસ કરીને બજારમાં મળતા તૈયાર ખોરાકની ગુણવત્તા અને તેની ચકાસણી અંગે સવાલો ઊભા થયા છે.સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, ખાદ્યપદાર્થોની તપાસ માટે જવાબદાર વિભાગો પોતાની ફરજ પ્રત્યે બેદરકાર રહ્યા છે.

એક દિવસ પહેલાં અમદાવાદ શહેરના મેમનગરમાં આવેલી એસ.પી. ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી. જેમાં 55થી વધુ વિદ્યાર્થિનીઓને તબિયત બગડતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

ઉપરોક્ત દુઃખદ ઘટનાઓ આપણને એક મોટો સંદેશ આપે છે બહારથી મંગાવવામાં આવતા ખોરાક અંગે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. ખાસ કરીને નાના બાળકો માટે ખોરાક બનાવતી વખતે તેની ગુણવત્તા અને સ્વચ્છતા વિશે ખાતરી કરવી જોઈએ. પરિવારના સભ્યોની સુરક્ષા માટે આ એક જરૂરી પગલું બની શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...