Wednesday, April 8, 2026

અમદાવાદ પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, 13 PIની આંતરિક બદલી, બહારથી આવેલા 54 PIને પોસ્ટિંગ, જુઓ સંપૂર્ણ લિસ્ટ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં 67 PIની બદલી અને પોસ્ટિંગ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 13 PIની આંતરિક બદલી કરવામાં આવી છે, જ્યારે બહારથી આવેલા 54 PIને પોસ્ટિંગ આપ્યું છે.જેઓની ભૂતકાળની કામગીરી, ઇનામ, વર્તણૂંક અને સીઆર જોઈને પોસ્ટિંગ આપવા માટેની કવાયત શરૂ થઈ ગઈ છે.

અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ માટે વગદાર અને વહીવટદારોની ગોઠવણ ચાલી રહી છે, પરંતુ હવે તેના પર બ્રેક લાગી છે. જોકે, આ વખતે કમિશનર કચેરી દ્વારા કોઈ પણ ભલામણ કરનારને સ્પષ્ટ શબ્દોમાં સોરી કહી દેવામાં આવ્યું છે. કોઈ પણ વહીવટદારની ગોઠવણ આ વખતે ચાલી નથી.બદલી સાથે અમદાવાદ આવેલા પીઆઇની તેમની ભૂતકાળની કામગીરી, ઇનામ, વર્તણૂંક અને સીઆર જોઈને પોસ્ટિંગ આપવા માટેની કવાયત શરૂ થઈ ગઈ છે. જેને પગલે બદલીની કામગીરી સંપૂર્ણ નિષ્પક્ષ રીતે થશે.

પોલીસ ઇન્સ્પેક્ટરોને પોસ્ટિંગ આપવા માટે આ વખતે ખાસ માપદંડો નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં અધિકારીએ અગાઉ કેવી કામગીરી કરી છે તે જોવામાં આવ્યું. ઉપરાંત અત્યાર સુધી મળેલા રિવોર્ડ્સ અને સર્વિસ દરમિયાનની વર્તણૂંક ધ્યાને લેવાઈ હતી. અધિકારીનો કોન્ફિડેન્શિયલ રિપોર્ટ ચેક કર્યા બાદ જ નિષ્પક્ષ રીતે પોસ્ટિંગ અપાયા છે.

હવે તાજેતરમાં જ રાજ્યના સાડા પાંચસો કરતાં વધુ ઇન્સ્પેક્ટરોની બદલીઓ કરવામાં આવી છે. જેમાં અમદાવાદના 65 ઇન્સ્પેક્ટરોનો સમાવેશ થયો છે. બદલી સાથે અમદાવાદ આવેલા પોલીસ ઇન્સ્પેક્ટરોને ગણતરીના કલાકોમાં પોસ્ટિંગ આપી દેવાશે. કમિશનર કચેરી દ્વારા કોઈ પણ PIના પોસ્ટિંગ માટે ભલામણ કરનારને “સોરી” કહી દેવામાં આવી રહ્યું છે. અધિકારીને તેની યોગ્યતા મુજબ જ પોસ્ટિંગ મળે તેવી કવાયત ચાલી રહી છે.

અગાઉ કોઈ વિવાદમાં આવ્યા હોય અથવા કામગીરી નબળી હોય તેવા પીઆઇને કંટ્રોલ રૂમ કે ટ્રાફિકમાં મૂકવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં હાલમાં ફરજ બજાવતા કેટલાક પીઆઇને આંતરિક બદલી આવે તેવી પણ શક્યતા છે. મહત્વનું છે કે બદલી બાદ અમદાવાદ શહેરના નારોલ, નરોડા, વટવા, માધવપુરા, બોડકદેવ, નવરંગપુરા, વસ્ત્રાપુર, ઘાટલોડિયા સહિતના પોલીસ સ્ટેશન ઊંચાઈ પીઆઇથી ચાલી રહ્યા છે, જ્યાં ટૂંક સમયમાં પોસ્ટિંગ આપવામાં આવશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...