Saturday, April 11, 2026

ચાંદખેડામાં બે બાળકીના શંકાસ્પદ મોતનો મામલો, પરિવાર શંકાના દાયરામાં, લાઈ ડિટેકશન ટેસ્ટથી ઉકેલાશે રહસ્ય?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના શંકાસ્પદ મોત મામલે હવે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં મોટા ખુલાસા થવા પામ્યા છે. મૃતક બાળકીના દાદા-દાદીના શંકાસ્પદ નિવેદનો સામે આવ્યા છે. બાળકીના મોત સમયે દાદા-દાદી અને માતા-પિતા ચારેયના નિવેલન અલગ અલગ સામે આવ્યા છે.હવે આ કેસમાં સત્ય બહાર લાવવા માટે પોલીસ લાઈ ડિટેકશન ટેસ્ટનો સહારો લેવા જઈ રહી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, બાળકીના મોત કેસમાં માતા-પિતા અને દાદા-દાદીની સંડોવણીની આશંકા છે. પુત્ર પ્રાપ્તિના મોહમાં બાળકીના મોતનું કારણ હોવાની શક્યતાઓ છે. પોલીસે બાળકીના પિતાની પૂછપરછ શરૂ કરી છે. બાળકીના માતા-પિતાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યા બાદ પૂછપરછ શરૂ કરી છે. ઢોંસાના ખીરૂ ખરીદવાથી લઈને બાળકીનૈ મોતના ઘટનાક્રમ મામલે પૂછપરછ શરૂ કરવામાં આવી છે. દાદા-દાદીના નિવેદન શંકાસ્પદ ગતિવિધિ ખુલતા તપાસ શરૂ કરી છે. ચાંદખેડા પોલીસે FSL રિપોર્ટ અને PM રિપોર્ટ મેળવવાનું શરૂ કર્યું છે.

ગઈકાલે 10 એપ્રિલે બંને બાળકીના પિતા વિમલની પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી સહિતના અધિકારીઓએ 9 કલાક સુધી પૂછપરછ કરી હતી. જેમાં પૂછપરછ દરમિયાન વિમલએ પોતાની દીકરીઓની હત્યા કરી હોવાનો ઇનકાર કર્યો છે. ખીરુ ખરાબ હોવાનું અને ખાવાની વસ્તુમાં ઝેરી પદાર્થ આવી જવાથી આ દુર્ઘટના બની હોવાનું પિતાનું એક જ રટણ રહ્યું હતું.

બાળકીના એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ કોર્ટની મંજૂરીથી લાઈ ડિટેકશન ટેસ્ટ કરવામાં આવશે. હાલ પોલીસ આ ઘટના અકસ્માત છે કે હત્યા તે અંગે અવઢવમાં છે, ત્યારે હવે માતા ભાવનાબેનને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તેમની પૂછપરછ અને FSL રિપોર્ટ આવ્યા પછી જ આ સમગ્ર મામલે સત્ય બહાર આવશે.

તમને જણાવી દઈએ કે ચાંદખેડામાં મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી. જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બાળકીના મોત નિપજ્યાં હતા. ઘટના બાદ ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુના દાખલ કરીને તપાસ શરૂ કરી છે

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...