Monday, April 13, 2026

અમદાવાદના આ વિસ્તારમાં નેતાઓ માટે ‘નો એન્ટ્રી’, “કામ નહીં તો વોટ નહીં” ના બેનરો સાથે રહીશો મેદાને

spot_img
Share

અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલ વોર્ડમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિકાસના દાવાઓની પોલ ખુલી ગઈ છે. ન્યૂ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી વેદાંત સ્કાય લાઇન સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધાઓના અભાવે રોષે ભરાઈને તમામ રાજકીય પક્ષોનો બહિષ્કાર જાહેર કર્યો છે. સોસાયટીના મુખ્ય દરવાજા પર મોટા બેનરો લગાવી દેવામાં આવ્યા છે, જેમાં સ્પષ્ટ લખ્યું છે કે, “કોઈપણ રાજકીય પક્ષના નેતાઓએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં.”

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 6 વર્ષથી તેઓ રસ્તા, પાણી અને ગટર જેવી પાયાની જરૂરિયાતો માટે વલખાં મારી રહ્યા છે. વરસાદ સમયે રસ્તા પર ગોઠણસમા પાણી ભરાઈ રહે છે અને રોડ ઊંચો કરી દેવાને કારણે પાણીનો નિકાલ થતો નથી, જેના કારણે કાદવ-કીચડનું સામ્રાજ્ય સ્થપાય છે. ગંદકીના કારણે ઘરે-ઘરે રોગચાળો ફેલાયો છે, છતાં તંત્ર માત્ર ખોટા આશ્વાસનો જ આપી રહ્યું છે.

રહીશોમાં સૌથી વધુ નારાજગી પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ વચ્ચે થતા ભેદભાવને લઈને છે. સ્થાનિકોનું કહેવું છે કે પશ્ચિમ વિસ્તારમાં તમામ સુવિધાઓ મળી રહે છે, તો પૂર્વ વિસ્તારને કેમ અન્યાય? ધૂળ, ગંદકી અને ખરાબ રસ્તાઓને કારણે બાળકો અને સિનિયર સિટિઝનોની હાલત કફોડી બની છે. નોકરીએ જતા લોકો અને શાળાએ જતા બાળકો માટે કાદવમાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે.

વારંવારની રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા, હવે રહીશોએ ‘કામ નહીં તો વોટ નહીં’ નું સૂત્ર અપનાવ્યું છે. રહીશોનું કહેવું છે કે હવે માત્ર વાયદાઓથી કામ નહીં ચાલે. જ્યાં સુધી રસ્તા અને ગટરની સમસ્યા હલ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ પક્ષના ઉમેદવારને સોસાયટીમાં પગ મૂકવા દેવામાં આવશે નહીં.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...