Wednesday, July 22, 2026

અમદાવાદના કોર્પોરેટરોનું ચૂંટણી પહેલા રિપોર્ટ કાર્ડ, કરોડોની ગ્રાન્ડ વણવપરાયેલી પડી રહી, સૌથી વધુ ખર્ચ ક્યાં થયો?

spot_img
Share

અમદાવાદ : જનતા પાસેથી ટેક્સના નામે વસૂલવામાં આવતા કરોડો રૂપિયાનો સદુપયોગ કરવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના કોર્પોરેટરો સદંતર નિષ્ફળ સાબિત થયા છે. એક ચોંકાવનારા અહેવાલ મુજબ, છેલ્લા ચાર વર્ષમાં વિકાસ કામો માટે ફાળવવામાં આવેલા કરોડોના ફંડમાંથી મોટી રકમ વણવપરાયેલી પડી રહી છે, જ્યારે વપરાયેલી રકમમાં પણ નિયમોના ધજાગરા ઉડાડીને બિનજરૂરી ખર્ચ કરવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોર્પોરેટરોને વિસ્તારનાં વિકાસ કામો માટે દર વર્ષે બજેટ ફાળવવામાં આવે છે. છેલ્લાં ચાર વર્ષમાં (2021થી 2025) કોર્પોરેટરોને કુલ 268.80 કરોડનું બજેટ ફાળવાયું હતું, જેમાંથી તેઓ 67.20 કરોડ વાપરી જ શક્યા નથી અને 25 ટકા રકમ વપરાયા વગર પરત ગઈ છે.વર્ષવાર સ્થિતિ જોઈએ તો:

વર્ષ 2021-22માં 57 કરોડ 60 લાખ મળ્યા જેમાંથી 37 કરોડ 3 લાખ 16 હજાર વપરાયા, વર્ષ 2021-22માં કુલ બજેટના 64.29 કરોડ ખર્ચ થયા જયારે 35.71% બજેટ ઉપયોગ વગર પડ્યું રહ્યું.
વર્ષ 2022-23માં 57 કરોડ 60 લાખ મળ્યા જેમાંથી 48 કરોડ 21 લાખ 37 હજાર વપરાયા, વર્ષ 2022-23માં કુલ બજેટના 83.59 કરોડ ખર્ચ થયા જયારે 16.29% બજેટ ઉપયોગ વગર પડ્યું રહ્યું.
વર્ષ 2023-24માં 76 કરોડ 80 લાખ મળ્યા, જેમાંથી 62 કરોડ 66 લાખ 68 હજાર વપરાયા, વર્ષ 2023-24માં કુલ બજેટના 81.59 કરોડ ખર્ચ થયા જયારે 16.40% બજેટ ઉપયોગ વગર પડ્યું રહ્યું.
વર્ષ 2024-25માં 76 કરોડ 80 લાખ મળ્યા જેમાંથી 53 કરોડ 68 લાખ 40 હજાર વપરાયા, વર્ષ 2024-25માં કુલ બજેટના 69.90 કરોડ ખર્ચ થયા જયારે 30.10% બજેટ ઉપયોગ વગર પડ્યું રહ્યું.(સ્રોત: મ્યુનિ.ની બજેટ બુક)

નવાઈની વાત તો એ છે કે સમગ્ર બજેટના પૈસા રસ્તા, ગટર, પાણી કે લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ પાછળ વાપરવાના હતા, તેના બદલે તેનો ઉપયોગ નિયમ વિરુદ્ધ જઈને કરવામાં આવ્યો છે. અહેવાલો મુજબ, વોર્ડ ઓફિસમાં AC લગાવવા માટે કોઈ સત્તાવાર ઠરાવ ન હોવા છતાં જનતાના પૈસે કોર્પોરેટરોએ ઠંડક મેળવી છે. આ ઉપરાંત તિરંગાની ખરીદીમાં પણ કોઈ પણ ઠરાવ વગર આડેધડ ખર્ચ કરવામાં આવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

જો કોર્પોરેટરો દ્વારા કરવામાં આવેલા ખર્ચની વાત કરવામાં આવે તો બજેટનો સૌથી વધુ ખર્ચ સોસાયટીઓના નામના બોર્ડ અને બાંકડા પાછળ કરાયો છે, જે વિકાસના મુખ્ય કામોની સરખામણીએ ગૌણ બાબત ગણાય. રાજ્ય સરકારના કડક ધારાધોરણો હોવા છતાં, અનેક કિસ્સાઓમાં નિયમોને નેવે મૂકીને ખર્ચ કરવામાં આવ્યો છે.

એક તરફ અમદાવાદીઓ બિસ્માર રસ્તા, ચોમાસામાં ભરાતા પાણી અને ટ્રાફિક જેવી પાયાની સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે, ત્યારે બીજી તરફ જનતાના પ્રતિનિધિઓ વિકાસના નાણાં વાપરવામાં આળસ કરી રહ્યા છે. જે નાણાંનો ઉપયોગ જનતાની સુવિધા વધારવા માટે થવો જોઈએ, તે સરકારી તિજોરીમાં પડી રહ્યા છે અથવા બિનજરૂરી મોજશોખ પાછળ ખર્ચાઈ રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...