Saturday, May 2, 2026

અમદાવાદમાં નવા ચૂંટાયેલ કોર્પોરેટરો અચૂક વાંચે..! વિકાસ સાથે નાગરિક સુવિધાઓ મજબૂત બનાવવા માંગ ઉઠી..!!

spot_img
Share

અમદાવાદ : દેશના સૌથી ઝડપથી વિકસતા મહાનગરોમાંનું એક, અંદાજે ૯૦ લાખની વસ્તી ધરાવતું આ શહેર હવે 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે તૈયાર થઈ રહ્યું છે. આ ગૌરવની ક્ષણ સાથે શહેરના વહીવટી તંત્ર માટે જવાબદારીઓ પણ વધી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યક્ષમતા વધારવી હવે સમયની માંગ બની ગઈ છે.

જાગૃત નાગરિક અને સોશિયલ મિડીયાના જાણકાર પ્રણવ વસાવડા મુજબ, તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ નવા કોર્પોરેટરો સામે નાગરિકોની અપેક્ષાઓ વધુ વધી છે. 5G અને AI ના યુગમાં શાસન વ્યવસ્થા વધુ પારદર્શક અને સક્રિય બને તે જરૂરી છે. દરેક વિસ્તારના કોર્પોરેટરોના સોશિયલ મીડિયા હેન્ડલ અને કાર્યાલયની માહિતી સરળતાથી નાગરિકોને ઉપલબ્ધ થાય તો લોકો પોતાના પ્રશ્નો ઝડપથી રજૂ કરી શકે અને તંત્ર તરફથી ત્વરિત પ્રતિસાદ મળી શકે.

તેઓ જણાવી રહ્યા છે કે શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા અને પાર્કિંગની અછત આગામી સમયમાં ગંભીર સ્વરૂપ લઈ શકે છે. રોજબરોજ વધતી વાહનોની સંખ્યા વચ્ચે જાે લોક પ્રતિનિધિઓ પોતે જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરે તો તે નાગરિકોમાં સકારાત્મક સંદેશ આપશે. મહિને એક વાર પણ જાહેર પરિવહનનો ઉપયોગ કરીને નેતાઓને જમીન સ્તરની સમસ્યાઓની વધુ સારી સમજ મળી શકે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઝોન આધારિત ફરિયાદ વ્યવસ્થા વિકસાવવાની પણ જરૂર છે. જેમ કે પોલીસ તંત્ર સોશિયલ મીડિયા દ્વારા ફરિયાદોનું નિવારણ કરી રહ્યું છે, તેવી જ રીતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ ઝોનવાઇઝ સોશિયલ મીડિયા એકાઉન્ટ શરૂ કરવામાં આવે તો કામનું વહેંચાણ સરળ બનશે અને સમસ્યાઓનો ઝડપી ઉકેલ મળી શકે.

આ ઉપરાંત જાહેર પરિવહન સેવાઓ જેવી કે AMTS અને BRTS નો ઉપયોગ લાખો નાગરિકો કરે છે, છતાં તેમાં આવતી સમસ્યાઓ માટે કોઈ અસરકારક હેલ્પલાઇન ઉપલબ્ધ નથી. જો સક્રિય હેલ્પલાઇન શરૂ કરવામાં આવે તો મુસાફરોની મુશ્કેલીઓનું યોગ્ય નિરાકરણ આવી શકે.

આ ઉપરાંત વધતી ગરમી સામે રક્ષણ મેળવવા માટે ગ્રીન કવર વધારવાની પણ તાત્કાલિક જરૂર છે. મેટ્રો પિલરો વચ્ચે વૃક્ષારોપણ કરવામાં આવે તો તાપમાન ઘટાડવામાં મદદ મળી શકે અને શહેર વધુ પર્યાવરણમિત્ર બની શકે.આ તમામ સૂચનો અમલમાં મુકવામાં આવે તો અમદાવાદ શહેર વિકાસ સાથે સુવ્યવસ્થિત અને નાગરિકમૈત્રી બની શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...