Tuesday, October 13, 2026

અમદાવાદમાં GHB ની અનેક સોસાયટીઓમાં ગિફ્ટ મની અપાતા રહીશોમાં ઉત્સાહનો માહોલ, રીડેવલપમેન્ટમાં તેજીની શક્યતા…!!!

spot_img
Share

અમદાવાદ : શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની વર્ષો જૂની વસાહતો માટે રીડેવલપમેન્ટના દ્વાર ખૂલ્યા છે. લાંબા સમયથી ખોરંભે પડેલી રીડેવલપમેન્ટની પ્રક્રિયામાં હવે ‘ગિફ્ટ મની‘એ વેગ આપ્યો છે. ડેવલપરો દ્વારા ડેવલપરો દ્વારા રહીશોને આર્થિક પ્રોત્સાહન પેટે રકમ ચૂકવવાની શરૂઆત થતાં જ રહેવાસીઓમાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.

શરૂઆતના તબક્કામાં ડેવલપરો દ્વારા “ગિફ્ટ મની” આપવા અંગે આનાકાની થતા અનેક પ્રોજેક્ટ અટકી ગયા હતા. પરંતુ છેલ્લા થોડા સમયથી પરિસ્થિતિ બદલાઈ રહી છે. ડેવલપરો હવે રહીશોને ગિફ્ટ મની આપતા થયા છે, જેના કારણે અટવાયેલા પ્રોજેક્ટોને ફરી ગતિ મળી છે.

તાજેતરમાં નારણપુરાની કેટલીક સોસાયટીઓમાં ગિફ્ટ મની તરીકે રૂ. 2 લાખથી લઈને રૂ. 5 લાખ સુધી આપવામાં આવી હોવાની ચર્ચા તેજ બની છે. આ સમાચારના પગલે શહેરના અન્ય વિસ્તારોમાં પણ અંદરખાને ગિફ્ટ મની રોકડ કે ચેક દ્વારા આપવામાં આવી રહી હોવાની ચર્ચાઓ ઉઠી છે. કેટલીક જગ્યાએ આ રકમ એક સાથે તો કેટલીક જગ્યાએ તબક્કાવાર આપવામાં આવતી હોવાનું જાણવા મળે છે.

રીડેવલપમેન્ટ પ્રક્રિયામાં ગિફ્ટ મની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. ખાસ કરીને મોટા બાંધકામ અને રહેવાસીઓની સંમતિ મેળવવા માટે આ રકમ એક મુખ્ય પરિબળ બની છે. ઘણા કેસોમાં ગિફ્ટ મની મળતા જ અટકેલા પ્રોજેક્ટ ફરી શરૂ થયા છે, જેના કારણે આગામી સમયમાં વધુ સોસાયટીઓ રીડેવલપમેન્ટ માટે આગળ આવે તેવી શક્યતા છે.

વિશેષજ્ઞોના મતે, આવી ગિફ્ટ મની સોસાયટી તૂટે તે પહેલાં જ મેળવી લેવી રહેવાસીઓ માટે લાભદાયી સાબિત થઈ શકે છે. સાથે જ, સરકાર જાે ટેન્ડર પ્રક્રિયામાં જ સોસાયટીની કેટેગરી, મકાનના કાર્પેટ એરિયા અને ભૌગોલિક પરિસ્થિતિ મુજબ મિનિમમ ગિફ્ટ મની નક્કી કરે, તો સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા અને ઝડપ આવી શકે છે.

સૂચિત મિનિમમ ગિફ્ટ મની રકમો નીચે મુજબ હોઈ શકે છે:
ઈડબલ્યુએસ (EWS): રૂ. 5,00,000
એલઆઈજી (LIG): રૂ. 7,00,000
એમઆઈજી (MIG): રૂ. 11,00,000
એચઆઈજી (HIG): રૂ. 15,00,000

આ પ્રસ્તાવ અમલમાં આવે તો શહેરમાં રીડેવલપમેન્ટની પ્રક્રિયા વધુ વ્યવસ્થિત અને ઝડપી બની શકે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...