Monday, May 4, 2026

SG હાઈવે પર નિર્માણધીન બ્રિજનું પતરું રિક્ષા પર પડતા એક પેસેન્જરનું મોત, બે પેસેન્જર ઇજાગ્રસ્ત

spot_img
Share

અમદાવાદ : શહેરના વ્યસ્ત ગણાતા એસ.જી. હાઈવે પર YMCA ક્લબ નજીક નિર્માણધીન બ્રિજની સાઈટ પર આજે એક કમકમાટીભરી દુર્ઘટના સર્જાઈ હતી. પૂરઝડપે જતી બસના કારણે સર્જાયેલા હવાના દબાણથી લોખંડનું બેરિકેડ રિક્ષા પર પડતા રિક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષા નીચે દબાઈ જવાથી એક મુસાફરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે મુસાફરોને ઈજાઓ પહોંચી છે.

રિપોર્ટ મુજબ, શહેરના ત્રાગડ વિસ્તારમાં રહેતા 46 વર્ષીય અજય મહતો મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત 3 મેના રોજ સવારે તેઓ ચાંગોદર ખાતે આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરીકામે જવા માટે રિક્ષામાં બેઠા હતા. સવારે જ્યારે તેમની રિક્ષા એસ.જી. હાઇ-વે પર YMCA ક્લબ પાસે વેસ્ટગેટ બિલ્ડિંગની સામે પહોંચી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, રિક્ષાની આગળથી એક બસ પસાર થઈ ત્યારે તેના પવનના વેગને કારણે અયોગ્ય રીતે લગાવેલું આ પતરું ઉખડીને રિક્ષા પર પડ્યું હતું.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે રિક્ષામાં સવાર અજય નામના યુવકનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓને કારણે મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને સ્થાનિક પોલીસ તથા 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઈજાગ્રસ્ત થયેલા અન્ય ત્રણથી ચાર મુસાફરોને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.

આ સમગ્ર ઘટનાએ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે મોટા સવાલો ઉભા કર્યા છે. નિયમ મુજબ બાંધકામની સાઈટ પર સુરક્ષાના કડક માપદંડો હોવા જોઈએ, પરંતુ અહીં ડાયવર્ઝન માટે મુકેલા પતરા યોગ્ય રીતે ફિક્સ કરવામાં આવ્યા ન હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે તંત્ર અને કોન્ટ્રાક્ટરની આ લાલિયાવાડી હજુ કેટલા નિર્દોષ લોકોના જીવ લેશે? હાલ સરખેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...