Thursday, September 17, 2026

વાડજ પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી દીધો, રૂ.2.39 લાખનો મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : શહેરના વાડજ વિસ્તારમાં બનેલી ઘરફોડ ચોરીની ઘટનાનો ભેદ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ઉકેલી લેવાયો છે. વાડજ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઝડપી કામગીરી કરીને પાંચ આરોપીઓને રૂ.2.39 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

રિપોર્ટ મુજબ, વાડજ પોલીસને મળેલી બાતમીના આધારે જેના આધારે વોચ ગોઠવીને ઉમેશ સુનીલભાઈ દંતાણી (ઉ.વ.23), સીમા ઉર્ફે સીમ્મો ઉમેશ દંતાણી (ઉ.વ.21), ચંદાબેન દેવીપુજક (ઉ.વ.35), રાધા ઉર્ફે ચુલબુલી (ઉ.વ.27) અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.પકડાયેલા આરોપીઓ પાસેથી કુલ રૂ.2,39,092નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જેમાં રોકડ રકમ, પીતળના વાસણો, કમ્પ્યુટર અને કેમેરાના વાયર, એસીની કોપર પાઇપ, કિંમતી ઘડિયાળો તથા સોનાનું બ્રેસલેટ સામેલ છે.

આ ગુનામાં મુખ્ય આરોપી ઉમેશ દંતાણી અગાઉ પણ ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે. ઉપરાંત પકડાયેલા કિશોર સામે પણ અગાઉ ગુનાહિત નોંધ છે.

આ કામગીરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જે. દેસાઈ અને તેમની ટીમ દ્વારા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. પોલીસની આ ઝડપી અને પ્રશંસનીય કામગીરીથી વિસ્તારના નાગરિકોમાં સુરક્ષાની લાગણી મજબૂત બની છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...