Tuesday, May 5, 2026

અમદાવાદમાં ડિજિટલ હેલ્થ તરફ ડૉક્ટર્સનું મહત્વપૂર્ણ પગલું: IMA દ્વારા નેશનલ માસ્ટરક્લાસનું આયોજન

spot_img
Share

અમદાવાદ : આરોગ્યસેવામાં આધુનિક ટેકનોલોજીનો વ્યાપ વધારવા અને ડિજિટલ પરિવર્તનને પ્રોત્સાહન આપવા માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) હેડક્વાર્ટર અને IMA ગુજરાત સ્ટેટ બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં “ડિજિટલ હેલ્થ માસ્ટરક્લાસ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 10 મે 2026ના રોજ આશ્રમ રોડ સ્થિત અમદાવાદ મેડિકલ એસોસિએશન હોલ ખાતે યોજાશે.

રિપોર્ટ મુજબ, “Digital Health – Now a Necessity: From Awareness to Accessible & Affordable Implementation” થીમ આધારિત આ માસ્ટરક્લાસનો મુખ્ય ઉદ્દેશ ડૉક્ટર્સ અને હેલ્થકેર સંસ્થાઓને Hospital Management Information Systems (HMIS) અને Electronic Medical Records (EMR) જેવી ડિજિટલ વ્યવસ્થાઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

આ વર્કશોપ દરમિયાન દર્દી સંભાળમાં ગુણવત્તા સુધારવા, કામગીરીમાં ઝડપ અને પારદર્શિતા વધારવા તેમજ આરોગ્ય સંસ્થાઓના આર્થિક પ્રદર્શનને મજબૂત બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા થશે. સાથે સાથે National Accreditation Board for Hospitals & Healthcare Providers (NABH) ડિજિટલ હેલ્થ સ્ટાન્ડર્ડ્સ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે.

કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્તરના નિષ્ણાતો ડો. નરેન્દ્ર સૈની અને ડો. નારાયણ પેન્ડસે ઉપસ્થિત રહીને ડિજિટલ હેલ્થ ક્ષેત્રના તાજેતરના ટ્રેન્ડ્સ અને અમલીકરણ અંગે માર્ગદર્શન આપશે.

આ પ્રસંગે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. જીગ્નેશ શાહે જણાવ્યું હતું કે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન હવે આરોગ્યક્ષેત્ર માટે અનિવાર્ય બની ગયું છે અને આ પ્રકારના કાર્યક્રમો ડૉક્ટર્સને ભવિષ્ય માટે તૈયાર કરવામાં મદદરૂપ બનશે.

માનદ સચિવ ડો મૌલિક શેઠએ ખાસ કરીને નાના અને મધ્યમ હોસ્પિટલો માટે આ વર્કશોપને ઉપયોગી ગણાવ્યો અને જણાવ્યું કે ડિજિટલ સિસ્ટમ્સના અમલીકરણ માટે આ એક પ્રાયોગિક માર્ગદર્શિકા પૂરું પાડશે.

આ કાર્યક્રમ ખાસ કરીને ડૉક્ટર્સ, હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટર્સ, મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ્સ અને હેલ્થકેર લીડર્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન મફત છે, પરંતુ ફરજિયાત રાખવામાં આવ્યું છે.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ડૉક્ટર્સ અને આરોગ્યક્ષેત્રના નિષ્ણાતોની હાજરી અપેક્ષિત છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...