Sunday, May 10, 2026

અમદાવાદમાં ઘરઘાટીએ જ રચ્યું ફિલ્મી કાવતરું, પોતાને જ બંધક બનાવી માલિકના ઘરમાં લાખોના દાગીના-રોકડની ચોરી

spot_img
Share

અમદાવાદ : શહેરના પોશ વિસ્તાર પંચવટીમાં ઘરઘાટીએ જ પોતાના માલિકના ઘરમાં ચોરી કરવા ફિલ્મી સ્ટાઈલમાં ષડયંત્ર રચ્યું હતું. પોતાને જ બંધક બનાવી મોઢા પર ટેપ મારી લૂંટનો ડ્રામા કરનાર ઘરઘાટી અને તેના બે સાથીદારોને ગુજરાત યુનિવર્સિટી પોલીસે ઝડપી પાડ્યા છે. જોકે મકાન માલિકના પિતા અને ડ્રાઈવરની સતર્કતાના કારણે લાખોની ચોરી નિષ્ફળ ગઈ હતી. પોલીસે આરોપીઓ પાસેથી ચોરાયેલો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.

રિપોર્ટ મુજબ, ઘટનાની વાત કરીયે તો પંચવતી વિસ્તારમા આવેલા સેકન્ડ એવન્યુ ખાતે આવેલ મકાનમા ઘરઘાટી તરીકે કામ કરતા આરોપી શંકર પ્રસાદે ચોરીનુ ષડયંત્ર રચ્યુ હતુ અને શંકરે પોતાના બે મિત્રો આકાશ અને અયાઝ ખાનને દિલ્હીથી બોલાવી ચોરીનો આખો પ્લાન તૈયાર કર્યો હતો. પ્લાન મુજબ શંકરે બંને મિત્રોને ઘરમાં પ્રવેશ આપ્યો અને પોતે નિર્દોષ દેખાય તે માટે પોતાના જ મોઢા પર ટેપ મારી પોતાની જાતને બંદી બનાવી દીધો હતો. પરંતુ પાપનો ઘડો ફૂટવાનો હતો.

બરાબર ચોરીના સમયે જ ફરિયાદીના પિતા જગદીશભાઈ અને તેમનો ડ્રાઈવર ઘરે આવી પહોંચ્યા. દરવાજો અંદરથી બંધ જોઈ શંકા ગઈ અને તપાસ કરતા અંદર બે અજાણ્યા શખ્સો જોવા મળ્યા હતા. જગદીશભાઈ અને ડ્રાઈવરે હિંમત બતાવી આરોપીઓને પકડવાની કોશિશ કરી, જેમાં આકાશ નામનો આરોપી ઝડપાઈ ગયો, જ્યારે અયાઝ ખાન ફરાર થઈ ગયો. શરૂઆતમાં શંકરે પોતાને પણ આ લોકોએ બંદી બનાવ્યો હોવાનું નાટક કર્યું, પરંતુ પોલીસની કડક પૂછપરછમાં ઘરઘાટીનો ભાંડો ફુટી ગયો હતો. ગુજરાત યુનિસિટી પોલીસે ઘરઘાટી સહિત ત્રણેય આરોપીની ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે છેલ્લા એક મહિનાથી ત્યાં ફરી ઘરઘાટી તરીકે કામ લાગ્યો હતો. ઘરમા કિંમતી વસ્તુઓ અને પૈસા હોવાનો તેને અંદાજ હતો, જેથી આર્થિક લાભ મેળવવા માટે આ ચોરીનું કાવતરું ઘડ્યું હતું. પોતાના બે મિત્રો આકાશ અને અયાઝને ચોરી કરવા અમદાવાદ બોલાવ્યા હતા. આ પરિવાર અગંત કામથી ઘરની બહાર નીકળ્યો હતો, ત્યારે ઘરઘાટીએ ખુદને બંધક બનાવીને ફિલ્મી ઢબે ચોરીનુ ષડયંત્ર રચ્યુ હતુ. પરંતુ પોલીસની તપાસમાં આરોપીઓનો ભાંડો ફુટી ગયો હતો કે આરોપી શંકરે અગાઉ ચોરી 36 તોલા દાગીના પાર્સલ કરીને તેના મિત્ર તનવીર ફરીદાબાદ મોકલી દીધા હતા, જેની એક કુરિયર ચિઠ્ઠી મળતા પોલીસે ફરીદાબાદથી તમામ મુદામાલ કબજે કર્યો.

ગુજરાત યુનિવર્સીટી પોલીસે આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે એક અઠવાડિયામાં 3 ઘરઘાટી ચોરી ઘટનાથી પોલીસે અપીલ કરી છે, કે ઘરે કામ કરવા રાખતા ઘરઘાટીનું પોલીસ વેરીફીકેશન કરાવવુ અથવા તેના તમામ ડોક્યુમેન્ટ તપાસ કરીને કામે રાખવો જોઈએ. જેથી આ પ્રકારની ઘટના અટકાવી શકાય, બીજી બાજુ પોલીસે આ કેસમાં આરોપીઓ સામેની ફરિયાદમાં લૂંટની કલમ ઉમેરવાની પણ તજવીજ તેજ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...