Wednesday, May 13, 2026

અમદાવાદમાં હવે 4 પ્રકારનો કચરો અલગ આપવો ફરજિયાત, SCના નિર્દેશ બાદ AMCનું કડક અમલીકરણ

spot_img
Share

અમદાવાદ : પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય, ભારત સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ–2026 તેમજ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા સિવિલ અપીલ નં. 6174/2023 માં તા. 19/02/2026 ના રોજ આપવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્દેશોને અનુસરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરભરમાં કચરા વ્યવસ્થાપન માટે નવી અને કડક માર્ગદર્શિકા અમલમાં મૂકવામાં આવી છે.

રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાયેલ આ નવી જોગવાઈઓ મુજબ હવે અમદાવાદ શહેરના તમામ ઝોન અને વોર્ડમાં આવેલા રહેણાંક તેમજ કોમર્શિયલ એકમોએ કચરાનું 4 અલગ પ્રકારમાં સેગ્રીગેશન કરીને જ ડોર ટુ ડોર કલેક્શન વાહનોને આપવાનું રહેશે.નવી વ્યવસ્થા મુજબ ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી કચરો અને વિશેષ કાળજીનો કચરો અલગ અલગ રાખવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. ભીના કચરામાં રસોડાનો કચરો, ફળો અને શાકભાજીનો કચરો વગેરેનો સમાવેશ થાય છે.

જ્યારે સૂકા કચરામાં કાગળ, પ્લાસ્ટિક, કાચ અને ધાતુ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. સેનિટરી કચરામાં વપરાયેલા ડાયપર, સેનિટરી પેડ્સ સહિતનો કચરો આવશે, જેને ઉત્પાદક દ્વારા આપવામાં આવેલી બેગ અથવા યોગ્ય કાગળમાં સુરક્ષિત રીતે લપેટીને અલગ આપવાનો રહેશે. ઉપરાંત જોખમી ઘરગથ્થુ કચરાને “વિશેષ કાળજીનો કચરો” તરીકે અલગ રાખવાની સૂચના આપવામાં આવી છે.

AMC દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કચરો શેરીઓમાં, ખુલ્લી જગ્યાઓમાં, ગટરમાં અથવા જળાશયોમાં ફેંકવો, બાળવો કે દાટવો કાનૂની ગુનો ગણાશે. શહેરના તમામ રહેણાંક અને વેપારી એકમો માટે આ નિયમો ફરજિયાતપણે લાગુ પડશે. જો કોઈ એકમ દ્વારા 4 પ્રકારના કચરાનું યોગ્ય રીતે સેગ્રીગેશન કરવામાં નહીં આવે અથવા નિયમોના અમલમાં બેદરકારી દાખવવામાં આવશે તો તે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશની અવમાનના સમાન ગણાશે. આવી સ્થિતિમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ–2026 તેમજ લાગુ પડતા અન્ય પર્યાવરણીય કાયદાઓ હેઠળ કડક દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને શહેરને વધુ સ્વચ્છ, સુવ્યવસ્થિત અને પર્યાવરણલક્ષી બનાવવા માટે આ અભિયાનમાં સક્રિય સહભાગી થવા અપીલ કરવામાં આવી છે. કોર્પોરેશનનું માનવું છે કે નાગરિકોના સહકારથી જ શહેરમાં સ્વચ્છતા અને સસ્ટેનેબલ વેસ્ટ મેનેજમેન્ટનું લક્ષ્ય હાંસલ કરી શકાશે.સ્વચ્છતા આપણાં સૌની ફરજ, સ્વચ્છતા આપણાં સૌનો અધિકાર” ના સંદેશ સાથે AMC દ્વારા શહેરવ્યાપી જાગૃતિ અભિયાન પણ હાથ ધરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...