Thursday, September 17, 2026

જનસેવાનું ઉત્તમ ઉદાહરણ: એલિસબ્રિજમાં ધારાસભ્ય અમિતભાઈ શાહની પારદર્શક અને લોકહિતલક્ષી પહેલ

spot_img
Share

અમદાવાદ : રાજકારણમાં જ્યારે જનપ્રતિનિધિઓ અને સામાન્ય જનતા વચ્ચેના સંપર્કને લઈને અવારનવાર ફરિયાદો થતી હોય છે, ત્યારે અમદાવાદની એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહે એક પ્રશંસનીય અને અનુકરણીય પહેલ કરી છે. તેમણે મતવિસ્તારના નાગરિકોની સુવિધા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓની તમામ વિગતો જાહેર પ્લેટફોર્મ પર મૂકીને ‘ડિજિટલ પારદર્શિતા’નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

વિગતો મુજબ, શહેરના એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહ દ્વારા તાજેતરમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે નવરંગપુરા, પાલડી અને વાસણા વોર્ડના નવનિયુક્ત મ્યુનિસિપલ કાઉન્સીલરોની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવી છે. આ માહિતીમાં કાઉન્સીલરોના નામ, સરનામા અને મોબાઈલ નંબરનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી સામાન્ય નાગરિકો પોતાની સમસ્યાઓ અને પ્રશ્નો માટે સીધો સંપર્ક કરી શકે.ધારાસભ્યશ્રીએ સાથે સાથે પોતાના કાર્યાલયના સંપર્ક નંબર અને સરનામાની માહિતી પણ જાહેર કરી છે. ઉપરાંત સંસદ સભ્ય દીનેશ મકવાણાના કાર્યાલયનું સરનામું અને ફોન નંબર પણ પ્રજાજનો માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.


આ માહિતીનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સામાન્ય નાગરિકોને પોતાના વિસ્તારના કામ માટે કોઈની ભલામણની જરૂર ન પડે અને તેઓ સીધો જ પોતાના પ્રતિનિધિનો સંપર્ક કરી શકે.

એક સ્થાનિક નાગરિકે જણાવ્યું હતું કે, “આ સંપૂર્ણ માહિતી સામાન્ય લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. આપ પ્રજાના હિત માટે સતત સારા કાર્યો કરી રહ્યા છો. આજના સમયમાં લગભગ કોઈપણ જાહેર પ્રતિનિધિ પોતાના સરનામા અને ફોન નંબર ખુલ્લેઆમ જાહેર કરતા નથી.”

સ્થાનિકોમાંથી કેટલાક લોકોએ એવો પણ અભિપ્રાય વ્યક્ત કર્યો કે રાજ્યના અન્ય તમામ ધારાસભ્યોએ પણ આ પ્રકારની પહેલ કરવી જોઈએ, જેથી જનતા અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો સંપર્ક વધુ મજબૂત બની શકે.

રાજકીય અને સામાજિક વર્તુળોમાં ધારાસભ્ય અમિતભાઈ શાહની આ પહેલને પારદર્શિતા, જવાબદારી અને લોકસંપર્ક વધારવાના મહત્વપૂર્ણ પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...