Friday, May 15, 2026

સાવધાન ! ન્યુ રાણીપવાસીઓ, બલોલનગર ઓવરબ્રિજ પરથી પટકાતા બાઈકચાલકનું મોત, 10 દિવસમાં બીજો બનાવ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના વ્યસ્ત ગણાતા એવા રાણીપ વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત થયો છે. ઓવરબ્રિજ પર મધરાતે કાળમુખો અકસ્માત સર્જાતા સનસનાટી મચી ગઈ છે. રાત્રિના સુમસામ રસ્તા પર બનેલી આ ઘટનાએ એક હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. મધરાતે બનેલા આ કરુણ બનાવ પાછળ ઓવર સ્પીડ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. છેલ્લા 10 દિવસમાં બલોલનગર બ્રિજના વળાંક પર અકસ્માત થઈને નીચે પડવાનો આ બીજો બનાવ છે.

રિપોર્ટ મુજબ, અમદાવાદના રાણીપ વિસ્તારમાંથી પસાર થતા બલોલ નગર રેલવે ઓવરબ્રિજ પર ગંભીર અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં 52 વર્ષીય અતુલભાઈ રમેશભાઈ પંચાલ નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે. અતુલભાઈ રાત્રિના સમયે પોતાના ઘરેથી બાઈક લઈને નીકળ્યા હતા. બલોલ નગર બ્રિજ પરથી પસાર થતી વખતે અચાનક બાઈક પરથી તેમણે કાબૂ ગુમાવ્યો હતો. આ આકસ્મિક બનાવમાં બાઈક સવાર સીધા બ્રિજ નીચે પટકાયા હતા. જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, અકસ્માત સમયે બાઈકની ગતિ અંદાજે 60 કિમી પ્રતિ કલાકની હતી. મોડી રાત્રે અંદાજે 1:30 વાગ્યે રસ્તાઓ ખાલી હોવાથી ઓવરસ્પીડમાં વાહનચાલકે કાબૂ ગુમાવ્યો હોવાની શક્યતા છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, બેકાબૂ બાઈક બાઈક બ્રિજની દીવાલ સાથે અથડાઈ હશે અથવા સ્લિપ થઈ હશે. આ ભયાનક ઝટકાને કારણે અતુલભાઈ હવામાં ફંગોળાઈને સીધા નીચે પટકાયા હતા. આ ગંભીર પતનને લીધે તેમને બચવાની કોઈ તક મળી નહોતી.

આ અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. L ટ્રાફિક પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મૃતક અતુલભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યું છે. પોલીસે અકસ્માત અકસ્માતે મોતનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ ચકાસવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...