Sunday, May 17, 2026

અમદાવાદમાં રિક્ષા ભાડું વધશે? CNGના ભાવમાં વધતા રિક્ષાચાલકોએ ભાડામાં વધારો કરવા ઉગ્ર માંગ !

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં CNG ના ભાવમાં પણ તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. CNG મોંઘો થતાં જ અમદાવાદ રિક્ષા ચાલક એક્તા યુનિયન દ્વારા રિક્ષાના ન્યૂનતમ અને પ્રતિ કિલોમીટરના ભાડામાં વધારો કરવા માટે સરકાર સમક્ષ ઉગ્ર માંગ એક ઉગ્ર વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને પગલે હવે સામાન્ય મુસાફરોની ખિસ્સા ખાલી થવાની ચિંતા વધી ગઈ છે.

રિપોર્ટ મુજબ, ઓઈલ કંપનીઓ દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ રૂપિયા 2.25 નો સીધો વધારો કરી દેવામાં આવ્યો છે. આ નવા વધારા બાદ હવે અમદાવાદમાં સીએનજીનો નવો ભાવ પ્રતિ કિલોના રૂપિયા 86.02 પર પહોંચી ગયો છે. ભાવ વધારાના કારણે રિક્ષાચાલકોની રોજિંદી કમાણી પર સીધી અને મોટી અસર પડી રહી છે, જેથી તેઓ પોતાના વ્યવસાયને ટકાવી રાખવા માટે ભાડું વધારવા મજબૂર બન્યા હોવાનું જણાવી રહ્યા છે.

અદાણી CNGના ભાવમાં વધારો હવે ભાડામાં પણ વધારો કરવાની વિચારણા ચાલી રહી છે. ટ્રાન્સપોર્ટ કમિશનર અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને ભાડામાં વધારો કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. રેગ્યુલર ભાડા(મિટર વગર)માં રૂ. 20થી 30નો ભાવ વધારો અને એક કિલોમીટર ભાડામાં 15થી 20 રૂપિયા સુધીનો વધારો કરવા માટે માગ કરવામાં આવી છે.

રિક્ષાચાલક સંગઠનો દ્વારા સરકાર સમક્ષ એવી માંગ મૂકવામાં આવી છે કે, વર્તમાન મોંઘવારી અને સીએનજીના નવા ભાવને ધ્યાનમાં રાખીને રિક્ષા ભાડામાં પ્રતિ કિલોમીટર દીઠ રૂપિયા 5 નો વધારો મંજૂર કરવામાં આવે. જો સરકાર દ્વારા આ માંગ સ્વીકારવામાં આવશે, તો આગામી દિવસોમાં મુસાફરોએ રિક્ષામાં મુસાફરી કરવા માટે પહેલા કરતાં વધુ ભાડું ચૂકવવું પડશે. હાલમાં આ દરખાસ્ત સરકારના વિચારાધીન છે અને તેના પર ટૂંક સમયમાં જ આખરી નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...