Thursday, September 17, 2026

વિજય ચાર રસ્તા પાસે મર્સિડીઝ કારમાં 69 લાખના હાઈબ્રિડ ગાંજાની હેરાફેરી કરતો યુવક ઝડપાયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ડ્રગ્સ, હેરોઈન અને અન્ય નશીલા પદાર્થોની સાથે હાઇબ્રિડ ગાંજાનું ચલણ આશ્ચર્યજનક રીતે વધી રહ્યું છે.પોલીસની નજરથી બચવા માટે હવે પેડલરો લક્ઝરી કારનો સહારો લઈ રહ્યા છે. આવા જ એક હાઇપ્રોફાઇલ નેટવર્કનો પર્દાફાશ કરીને અમદાવાદ એસઓજી (SOG) ક્રાઇમની ટીમે વિજય ચાર રસ્તા નજીકથી એક મર્સિડીઝ કારમાંથી 69 લાખથી વધુની કિંમતના હાઇબ્રિડ ગાંજા સાથે એક પેડલરની ધરપકડ કરી છે.

રિપોર્ટ મુજબ, SOGના પોલીસ ઈન્સ્પેક્ટર ગોહિલ અને ભટ્ટને માહિતી મળી હતી કે રાજસ્થાનથી આવેલો હાઇબ્રિડ ગાંજો અમદાવાદમાં વેચવા માટે લાવવામાં આવ્યો છે જેથી પોલીસે વિજય ચાર રસ્તા પાસે હાર્દિક કલાલની અટકાયત કરી હતી. કારની તલાશી લેતા તેમાંથી 2 કિલોગ્રામ જેટલો ઉચ્ચ ગુણવત્તાનો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 69 લાખથી વધુ અંકાય રહી છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ લક્ઝરી કાર ભૂપેન્દ્ર પરમાર નામની વ્યક્તિની છે, જેની પાસેથી હાર્દિકે આર્થિક લેતીદેતીમાં કાર મેળવી હતી.

હાર્દિકની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ રેકેટના તાર અમદાવાદ એરપોર્ટ સાથે જોડાયેલા છે. હાર્દિકને તેના સંબંધી પ્રદીપ કલાલના કહેવાથી એરપોર્ટની બહાર એક અજાણ્યા શખ્સ દ્વારા ટ્રોલી બેગમાં ગાંજાના કુલ 9 પેકેટ આપવામાં આવ્યા હતા. જેમાંથી 7 પેકેટ આપનાર વ્યક્તિ પરત લઈ ગયો હતો અને બાકીના 2 પેકેટ હાર્દિકને ડિલિવરી માટે અપાયા હતા. અગાઉ બોપલના અર્ચિત અગ્રવાલ અને લાલો સોની પણ આ જ રીતે મર્સિડીઝ કારમાં ડ્રગ્સ સપ્લાય કરતા પકડાયા હતા. આ જથ્થો કોણે મોકલ્યો અને શહેરમાં કોને આપવાનો હતો, તે દિશામાં એસઓજી વધુ તપાસ ચલાવી રહી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...