Tuesday, June 2, 2026

અમદાવાદમાં ભારે પવન સાથે ધૂળની આંધી, વરસાદી ઝાપટાંથી લોકોને ગરમીમાં રાહત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના વાતાવરણમાં સોમવારે સાંજથી મોડી રાત સુધી અચાનક મોટો પલટો જોવા મળ્યો હતો. અસહ્ય ગરમી અને બફારા વચ્ચે અચાનક તીવ્ર પવન ફૂંકાવા લાગ્યો હતો અને જોતજોતામાં સમગ્ર વિસ્તાર ધૂળની ડમરીઓથી ઘેરાઈ ગયો હતો. આ અચાનક આવેલા મિનિ વાવાઝોડા જેવા માહોલને કારણે અફરાતફરી મચી ગઈ હતી અને લોકો પોતાના વાહનો થંભાવીને કે કામકાજ પડતું મૂકીને ઘર તરફ દોડતા જોવા મળ્યા હતા. જો કે, બાદમાં કેટલાક વિસ્તારમાં તૂટી પડયો હતો.

રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરના વાતાવરણમાં એકાએક પલટો આવતા પશ્ચિમ અને પૂર્વના અનેક વિસ્તારો ધૂળની ચાદર નીચે ઢંકાઈ ગયા હતા. ખાસ કરીને એસ.જી. હાઈવે, વસ્ત્રાપુર, આલ્ફા વન મૉલ, બોડકદેવ સહિતના આસપાસનો વિસ્તાર અને GIDC ગ્રાઉન્ડ ખાતે જોરદાર પવન સાથે ભયંકર આંધી આવી હતી. અમદાવાદ શહેરના જગતપુર, એસજી હાઇવે, રીંગ રોડ, ચાંદખેડા, મોટેરા, સાબરમતી, ગોતા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદના ઝાપટાંના કારણે કાળઝાળ ગરમીથી તોબા પોકારી ઉઠેલા નાગરિકોને મોટી રાહત મળી હતી અને સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

નિર્ણયનગર વિસ્તારમાં આવેલા સર્વેશ એપાર્ટમેન્ટ ખાતે ચાલી રહેલી ભાગવત કથાના કાર્યક્રમ દરમિયાન બનાવવામાં આવેલો મંડપ ભારે પવનના કારણે ધરાશાયી થયો હતો.ભારે પવનના કારણે નવરંગપુરા, ઓઢવ, સરસપુર વોરાના રોજા અને નિર્ણયનગર વિસ્તારમાં ઝાડ પડ્યા છે. અમદુપુરા પોલીસ લાઈન પાસે એક સ્ટ્રીટ લાઈટનો થાંભલો પડી જતા રોડ બંધ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા સ્થળ પર પહોંચીને ઝાડને દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે.

વસ્ત્રાપુર અને આસપાસના વિસ્તારોમાં લગભગ 10 મિનિટ સુધી ધૂળની ડમરીઓ એટલી તીવ્રતાથી ઉડી હતી કે રસ્તાઓ પર વિઝિબિલિટી નહિવત થઈ ગઈ હતી અને અંધકાર છવાઈ ગયો હતો. વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને વાહનો રોકી દેવાની ફરજ પડી હતી. જોકે, આ ભારે પવનને કારણે થોડી જ વારમાં વાતાવરણમાં ગરમી ગાયબ થઈ ગઈ હતી ત્યારબાદ વરસાદ શરૂ થતા ગુલાબી ઠંડક પ્રસરી ગઈ હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...