Saturday, June 6, 2026

ટ્રક ડ્રાઇવરથી બન્યો કરોડપતિ! અધિકારીઓ સાથેના ફોટા બતાવીને દંપતીએ લોકોનું 20 કરોડનું કરી નાખ્યું

spot_img
Share

અમદાવાદ: અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખા (EOW)એ કરોડોની છેતરપિંડી આચરનાર મહાઠગ પતિ-પત્નીની ધરપકડ કરીને મોટું કૌભાંડ બહાર લાવ્યું છે. પોલીસે અનિલ ભીખાભાઈ વિભાણી અને તેની પત્ની વિમ્મી વિભાણીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં બંનેએ અનેક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.વૈભવી જીવન જીવવાના મોહમાં આ દંપતીએ અત્યાર સુધીમાં 15 જેટલા નિર્દોષ લોકોને પોતાની જાળમાં ફસાવી અંદાજે 20 કરોડ રૂપિયાથી વધુની મસમોટી રકમ પડાવી લીધી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.

પોલીસ તપાસમાં આરોપી અનિલ વિભાણીની ગુનાહિત કુંડળી સામે આવી છે, જે કોઈ ફિલ્મી વાર્તાથી કમ નથી. અનિલ અગાઉ એક સામાન્ય ટ્રક ડ્રાઇવર તરીકે અને પથ્થરની ખાણમાં સામાન્ય નોકરી કરતો હતો. શોર્ટકટથી અમીર બનવાની લાલસામાં તે ગુનાખોરીના રસ્તે ચડી ગયો હતો. વર્ષ 2012માં તેણે સુરતના રાંદેર વિસ્તારમાં પોતાની પહેલી પત્નીની હત્યા કરી દીધી હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ, વર્ષ 2019થી તેણે બીજી પત્ની વિમ્મી સાથે મળીને લોકોને આર્થિક ચૂનો લગાવવાનું સંગઠિત નેટવર્ક શરૂ કર્યું હતું.

આ ઠગ દંપતી ઉચ્ચ સરકારી અધિકારીઓ અને સેલિબ્રિટીઝ સાથે પડાવેલા ફોટા લોકોને બતાવીને પોતાની ભારે વગ હોવાનો ડોળ કરતું હતું. લોકો પણ તેમની વાતોમાં આવીને સરળતાથી વિશ્વાસ કરી લેતા હતા. તાજેતરમાં જ તેમણે એક વ્યક્તિને શિકાર બનાવ્યો હતો. ભોગ બનનાર વ્યક્તિના કેનેડામાં ફસાયેલા 24 કરોડ રૂપિયા પાછા કઢાવી આપવાની મોટી લાલચ આપીને આ દંપતીએ તેમની પાસેથી 2 કરોડ 27 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આવી જ રીતે અલગ-અલગ બહાના હેઠળ તેમણે કુલ 15 લોકો સાથે 20 કરોડ રૂપિયાથી વધુનું ફ્રોડ આચર્યું હોવાની પ્રબળ આશંકા છે.

EOWની તપાસમાં આરોપીઓ પાસેથી અંદાજે 20 કરોડ રૂપિયાની કિંમતનો વૈભવી ગાડીઓનો કાફલો જપ્ત કરવામાં આવ્યો છે. ઉપરાંત પોલીસે 10 બેંક એકાઉન્ટ અને 3 લોકર પણ ફ્રીઝ કર્યા છે. તપાસ દરમિયાન આરોપીએ પોતાની દીકરીના લગ્નમાં 30 તોલા સોનું આપ્યું હોવાની પણ કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસને શંકા છે કે અનિલ અને વિમ્મી વિભાણીએ અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 15 જેટલા લોકોને નિશાન બનાવી 20 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી આચરી હોઈ શકે છે. તેથી હવે EOW અન્ય સંભવિત ભોગ બનનારાઓ અને નાણાકીય વ્યવહારોની પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...