Thursday, September 17, 2026

અમદાવાદમાં મોટેરાના આશારામ આશ્રમ પાસે AMCનું ડિમોલિશન, સ્થાનિકોનો ઉગ્ર વિરોધ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં મોટેરા જૂના ગામ વિસ્તારમાં આસારામ આશ્રમની આસપાસના ગેરકાયદે બાંધકામો પર AMCના પશ્ચિમ ઝોન દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. ચાંદખેડા પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયેલી આ કામગીરીમાં કરોડોની સરકારી જમીન પર બનેલો આશ્રમનો મુખ્ય ગેટ અને આસપાસના 17 જેટલા મકાનોના ગેરકાયદેસર ભાગોને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. ડિમોલિશન દરમિયાન સ્થાનિકોના ઉગ્ર વિરોધ, આત્મવિલોપનની ચીમકી અને ઘર વિહોણા બનેલા પરિવારોના ભારે આક્રંદને પગલે સ્થિતિ તંગ બની હતી.

રિપોર્ટ મુજબ, અમદાવાદના મોટેરા જુના ગામ વિસ્તારમાં આજે મેગા ડિમોલિશન હાથ ધરાયુ હતું. મોટેરામાં આસારામ આશ્રમ નજીકના ગામતળ જમીન પર ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ હતી. જમાં ગામ લોકો વિરોધ પર ઉતરી આવ્યા હતા. મનપાના અધિકારીઓ સામે લોકોની નારાજગી જોવા મળી હતી. માપણી વગર ડિમોલિશન કરવા આવ્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો. સાથે જ મકાન ખાલી કરવાની સૂચના મળતાં જ સ્થાનિકો અધિકારીઓ પર વિફર્યા હતા.આસારામ આશ્રમ પાસે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. મહિલાઓ પોતાનું મકાન તૂટતા રડી પડી હતી. આ દરમિયાન એક મહિલાએ ફિનાઈલ પી લેતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી છે.

પોલીસ બંદોબસ્ત સાથે સવારે મોટેરા વિસ્તારમાં ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ હતી. ડીમોલેશનમાં 5 પીઆઇ, 1 એસીપી, 10 પીએસઆઇ અને 103 કોન્સ્ટેબલ બંદોબસ્તમાં પહોચ્યા હતા. આ વચ્ચે જ ડિમોલિશન કરવા આવેલા લોકો પર સ્થાનિકોનો આક્રોશ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો હતો. લોકોનો સહકાર ન મળતા વિરોધ કરનારા લોકોની પોલીસે અટકાયત કરી હતી. પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. અનેક મહિલાઓની પણ અટકાયત કરવામાં આવી છે. આખા જુના મોટેરા ગામના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

બીજી તરફ, મનપાના અધિકારીઓની આ કામગીરી સામે સ્થાનિક લોકોએ ગંભીર આક્ષેપો કર્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે કોર્પોરેશન દ્વારા જમીનની કોઈ પણ પ્રકારની યોગ્ય માપણી કર્યા વિના જ સીધું ડિમોલિશન કરવા અધિકારીઓ આવી પહોંચ્યા છે. યોગ્ય પ્રક્રિયા કર્યા વગર થઈ રહેલી આ તોડફોડનો સ્થાનિકો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે, જેને પગલે અધિકારીઓ અને જનતા વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...