Thursday, September 17, 2026

સોલા સિવિલ હોસ્પિટલ પાસે અજાણ્યા યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, એક સગીર સહિત 4 આરોપીની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : શહેરમાં સોલા સિવિલ હોસ્પિટલના મુખ્ય દરવાજા પાસે બે દિવસ પહેલાં એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે તે વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચાડી તેની હત્યા કરવામાં આવી હતી. આ મામલે સોલા પોલીસે સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે તપાસ હાથ ધરીને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને એક સગીર સહિત ચાર શખ્સોની ધરપકડ કરી છે. શરૂઆતમાં સામાન્ય મારામારીનો બનાવ લાગતો આ કેસ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ હત્યાના ગુનામાં ફેરવાયો હતો.

રિપોર્ટ મુજબ, સોલા સિવિલ હોસ્પિટલ બહારથી અજાણ્યો યુવક ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો, જેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે સારવાર દરમિયાન અજાણ્યા શખ્સનું મોત થયું હતું. બનાવની જાણ થતા સોલા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે પીએમ કરાવતા મૃતકને ઇજા થવાના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું હતું, જેથી સોલા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી હત્યાના આરોપી જીતેન્દ્ર રાઠવા, અનિશ પરમાર, વિશાલ પરમારની ધરપકડ કરી છે, તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરની અટકાયત કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી જીતેન્દ્રના પિતા એક સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. મૃતક સોસાયટીના ગેટ પર આવી જીતેન્દ્રના પિતા પાસે પાણી માંગ્યું હતું, જે બાદ કોઈ કારણોસર બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને મૃતકને જીતેન્દ્રના પિતા પર ઈંટ વડે હુમલો કર્યો હતો. આ અદાવત રાખીને ચારેય આરોપીઓએ મળીને મૃતકને લાકડી અને પાઇપ વડે માર માર્યો હતો. આરોપીઓએ માર માર્યા બાદ તેને બાઇક પર બેસાડી કેપિટલ રોડ ઉપર આવેલા જૂના ડોગ હાઉસ નજીક ખુલ્લી જગ્યાએ લઈ જઈ ફરીથી માર માર્યો હતો. ગંભીર ઇજાઓના કારણે મોત નિપજ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

પકડાયેલા આરોપીઓમાંથી જીતેન્દ્ર સામે અગાઉ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગાંધીનગરના ચિલોડા અને સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં બે ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે અનિશ પરમાર સામે મારામારી અને ગાળો આપવા બાબતે ગુનો નોંધાયેલો છે. હાલ પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અને મૃતક કોણ છે તેને લઈને પણ વધુ તપાસ શરૂ કરી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...