Saturday, August 8, 2026

અમદાવાદના પોશ વિસ્તારોમાં SMCની ટીમ ત્રાટકી! સેટેલાઈટ-એસજી હાઈવે પરના સ્પા સેન્ટર્સ પર દરોડા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના પોશ ગણાતા વિસ્તારોમાં ચાલતી શંકાસ્પદ સ્પા સેન્ટરોની પ્રવૃત્તિઓ પર અચાનક તવાઈ બોલાવવામાં આવી છે, સેટેલાઇટ અને એસ.જી. હાઇવે વિસ્તારમાં આવેલા સ્પા એન્ડ વેલનેસ સેન્ટરોમાં કાળી પ્રવૃત્તિઓ ચાલતી હોવાની બાતમીના આધારે SMCની ટીમોએ સરપ્રાઇઝ ચેકિંગ અને દરોડાની કડક કાર્યવાહી હાથ ધરી છે.જેના કારણે શહેરમાં ચકચાર મચી ગઈ છે.

રિપોર્ટ મુજબ, પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે સ્પા અને વેલનેસ સેન્ટરના નામે દેહવ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે. આ માહિતીના આધારે ટીમોએ દરોડા પાડીને સ્થળ પરથી કેટલીક યુવતીઓ અને ગ્રાહકોને ઝડપી પાડ્યા છે.SMC દ્વારા અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં કુલ 6 જગ્યાઓએ સ્પા સંબંધિત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાંથી નીચે જણાવેલ 4 જગ્યાઓએ સફળ દરોડા પાડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

દરોડા દરમિયાન સ્પા સેન્ટરોમાંથી સંચાલકો ઉપરાંત અનેક ગ્રાહકો અને યુવતીઓ મળી આવ્યા હતા. પોલીસે ઝડપાયેલા ગ્રાહકો અને યુવતીઓની પૂછપરછ હાથ ધરીને ગેરકાયદેસર નેટવર્ક ચલાવતા મુખ્ય સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ અને સ્ટેટ મોનિટરિંગ સેલે સીધા દરોડા પાડીને કડક સપાટો બોલાવતાં શહેરના અન્ય સ્પા સંચાલકોમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ શહેરના પૂર્વ વિસ્તારમાં એક સ્પા સેન્ટરમાં યુવતીઓના કામ બાબતે થયેલી બોલાચાલીમાં મેનેજરને ચોથા માળેથી નીચે ફેંકી દઈ તેની હત્યા કરી દેવાઈ હતી. આ ચકચારી ઘટના બાદ સ્પા સેન્ટરોમાં ચાલતી શંકાસ્પદ પ્રવૃત્તિઓ સામે અનેક સવાલો ઊભા થયા હતા.

ચાર સ્પા સેન્ટર પર દરોડા

A9 સ્પા (સેટેલાઇટ)
ઓરેંજ સ્પા (વસ્ત્રાપુર)
ગેલેક્સી સ્પા (બોડખદેવ)
બ્લોક્સમ સ્પા (બોડકદેવ)

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...