Tuesday, October 6, 2026

અમદાવાદીઓ, તમારી સોસાયટી કે રોડ પર કચરો કે ગંદકીથી પરેશાન છો? અપનાવો આ સરળ ‘4-સ્ટેપ ફોર્મ્યુલા’

spot_img
Share

અમદાવાદ : AMC દ્વારા સફાઇ અભિયાન અંતર્ગત શ્રેણી બંધ પગલા લેવામાં આવી રહ્યા છે. છતાં જાહેર સ્થળે અથવા સોસાયટીના નાકે અનેક વાર ફરિયાદો કરવા છતાં કચરાના ઢગલા ખડકાયેલા જોવા મળે છે, પરંતુ યોગ્ય પ્લેટફોર્મની માહિતીના અભાવે આપણે માત્ર નારાજગી વ્યક્ત કરીને ચૂપ થઈ જઈએ છીએ. હવે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે AMC દ્વારા ડિજિટલ માધ્યમથી નાગરિકો માટે ફરિયાદ નિવારણ પ્રક્રિયા અત્યંત સરળ બનાવી દેવામાં આવી છે.

વિકસતા અને સ્માર્ટ બનતા અમદાવાદ શહેરમાં સ્વચ્છતા જાળવી રાખવી એ હવે માત્ર મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) કે સફાઈ કામદારો એકલાની જવાબદારી નથી રહી, પરંતુ તેમાં શહેરના પ્રત્યેક નાગરિકની સક્રિય ભાગીદારી અનિવાર્ય બની ગઈ છે. જો તમારા ઘરની આસપાસ, શેરીમાં કે કોઈ જાહેર સ્થળે કચરો કે ગંદકી નજરે પડે, તો તમે ઘરે બેઠા કે રસ્તા પરથી જ મિનિટોમાં AMC તંત્ર સુધી આ અસુવિધા પહોંચાડી શકો છો-

હવે કચરો દેખાય તો ચૂપ ન બેસો, અપનાવો આ સરળ ‘4-સ્ટેપ ફોર્મ્યુલા’

ફોટો પાડો (Capture): તમારા વિસ્તારમાં પડેલા કચરા કે ગંદકીનો સ્પષ્ટ ફોટો તમારા મોબાઈલના કેમેરામાં ક્લિક કરો.
લોકેશન મોકલો (Share Location): સ્માર્ટફોનની મદદથી તે ચોક્કસ જગ્યાનું લાઈવ લોકેશન અથવા સરનામું નોંધી લો.
ફરિયાદ નોંધાવો (Register Complaint): અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અધિકૃત ‘AMC Seva’ (Ahmedabad 311) મોબાઈલ એપ્લિકેશન ખોલો. તેમાં ‘Solid Waste Management’ વિભાગમાં જઈને ફોટો અને લોકેશન અપલોડ કરી તમારી ફરિયાદ નોંધાવો. આ સિવાય AMCના સત્તાવાર હેલ્પલાઇન નંબર 155303 પર પણ સંપર્ક કરી શકાય છે.
સફાઈની ખાતરી કરો (Verify & Resolve): ફરિયાદ નોંધાયા બાદ તંત્ર દ્વારા લેવાયેલા પગલાં અને સફાઈ કામગીરીનું સ્ટેટસ તમે એપ પર જ ટ્રેક કરી શકો છો, જેથી કામ સમયસર પૂરું થયું છે કે નહીં તેની ખાતરી થઈ શકે.

શહેરના સત્તાવાળાઓનું માનવું છે કે અમદાવાદને દેશનું મોસ્ટ ક્લીન અને નંબર વન સિટી બનાવવું હોય તો માત્ર સફાઈ અભિયાન ચલાવવાથી કામ નહીં ચાલે, પરંતુ લોકભાગીદારી સૌથી મોટું હથિયાર સાબિત થશે. જ્યારે દરેક અમદાવાદી પોતાના વિસ્તાર પ્રત્યે સજાગ બનશે અને ગંદકી સામે અવાજ ઉઠાવશે, ત્યારે જ ખરા અર્થમાં ‘સ્વચ્છ અને સુંદર અમદાવાદ’નું સ્વપ્ન સાકાર થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...