Wednesday, October 14, 2026

અમદાવાદ પોલીસની ‘શી ટીમ’ ની અનોખી પહેલ, નવરાત્રીમાં ટ્રેડિશનલ ડ્રેસમાં રોમિયો પર રાખી બાજ નજર

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં નવરાત્રીની ભારે હર્ષોઉલ્લાસપૂર્વક ઉજવણી થઇ રહી છે ત્યારે મહિલાઓની સુરક્ષાની મહત્ત્વની જવાબદારી નિભાવતી અમદાવાદ પોલીસની ‘શી ટીમે’ એક અનોખી પહેલ કરી છે. મહિલા ક્રાઈમ PI અને તેમની ટીમે અમદાવાદના સરખેજ ખાતે AC ડોમમાં આયોજીત ગરબામાં ટ્રેડિશનલ કપડાં પહેરીને હાજરી આપી અને સુરક્ષા વ્યવસ્થા ચકાસી હતી.

રિપોર્ટ મુજબ, અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાંચની ટીમે સરખેજના AC ડોમમાં આયોજિત ગરબામાં એન્ટ્રી લીધી હતી. પહેલાં તેમણે આખા ડોમ વિસ્તારમાં એક કલાક જેટલા સમય સુધી ફરીને નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ સર્વેલન્સ રૂમમાં જઈને તેમણે એક-એક CCTV કેમેરા તથા સુરક્ષા બંદોબસ્તની ચકાસણી કરી હતી.CCTV તપાસ્યા પછી મહિલા ક્રાઈમ PI પોતાની આખી ટીમ સાથે ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમ્યા હતા.

આ સાથે જ તેમણે આજુબાજુમાં હાજર અને ગરબે રમતા યુવકો પર બાજ નજર રાખી હતી. ટીમે રોમિયોગીરી કરતા તત્ત્વો, મહિલાઓની છેડતી કરનારા કે પછી ખાનગી વીડિયો ઉતારતા શખ્સો પર ખાસ વોચ રાખી હતી. આ દરમિયાન એક શખ્સ વીડિયો ઉતારતો જોવા મળતા તેનો મોબાઈલ સ્થળ પર જ ચેક કરવામાં આવ્યો હતો. જોકે, યુવક પોતાના જ ગ્રુપનો વીડિયો ઉતારતો હોવાનું સામે આવ્યું હતું.

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એસ. જી. હાઈવેને અડીને એસ. પી. રિંગ રોડ સુધી મોટા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાર્ટી પ્લોટ, એસી ડોમ, ક્લબ અને શેરી ગરબાના સ્થળે તપાસ માટે 8 જેટલી શી ટીમો પહોંચી હતી. આ કામગીરી અંતર્ગત મહિલા ક્રાઈમના PI પણ પોતાની ટીમ સાથે ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા રમવા અને તપાસ અર્થે પહોંચ્યા હતા.

નવરાત્રિના તમામ દિવસો દરમિયાન અલગ-અલગ ટીમો રાત્રે 8 વાગ્યાથી લઈને ગરબા પૂર્ણ થાય ત્યાં સુધી વિવિધ ગરબા સ્થળોએ સતત તહેનાત રહેશે. આ દરમિયાન ફિલ્ડમાં રહીને શી-ટીમ એ વાતનું ખાસ ધ્યાન રાખશે કે જો કોઈ રોમિયોગીરી કરતો શખ્સ નજરે પડે કે પછી કોઈ મહિલાને મદદની જરૂર જણાય તો તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરી શકાય.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...