Saturday, November 21, 2026

અમદાવાદના આ બે વિસ્તારોમાં 75 ગેરકાયદે દબાણો પર ફર્યું AMCનું બુલડોઝર, 1,100 મીટર લાંબો ટીપી રોડ ખુલ્લો કરાયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં ટી.પી. રોડ પરનાં દબાણો દૂર કરવાની ઝુંબેશ અંતર્ગત વેજલપુર અને સરખેજ વોર્ડમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન રહેણાક અને કોમર્શિયલ સહિત કુલ 75 બાંધકામો દૂર કરીને આશરે 1.62 કિલોમીટર લાંબો ટી.પી. રોડ દબાણમુક્ત કરવામાં આવ્યો હતો.

રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે મકરબા વિસ્તારમાં 51 દબાણ હટાવી 525 મીટર, જ્યારે સનાથલ વિસ્તારમાં 24 કોમર્શિયલ બાંધકામ દૂર કરી 1,100 મીટર લાંબો ટીપી રોડ ખુલ્લો કરવામાં આવ્યો છે. બંને સ્થળે મળીને કુલ 1,625 મીટર એટલે કે 1.62 કિમીનો રસ્તો દબાણમુક્ત થતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોને મોટી રાહત મળશે.

વેજલપુર વોર્ડમાં ટી.પી. સ્કીમ નં. 83 (વેજલપુર-ગ્યાસપુર-મકતમપુર) હેઠળ ચામુંડા નગર અંડરપાસથી એકલદેવ નગર (સાલપરા) સુધીના 9 મીટર પહોળા ટી.પી. રોડ પરનાં દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. આ કામગીરીમાં 29 રહેણાક બાંધકામ, 14 કોમર્શિયલ બાંધકામ, પાંચ ધાર્મિક દેરી અને ત્રણ કમ્પાઉન્ડ વોલ સહિત કુલ 51 બાંધકામો દૂર કરાયાં હતાં. જેના પગલે 525 મીટર લાંબો ટી.પી. રોડ ખુલ્લો થયો હતો.

બીજી તરફ સરખેજ વોર્ડ નં. 33માં ટી.પી. સ્કીમ નં. 444 (સનાથલ) હેઠળ સનાથલ ચોકડીથી બાકરોલ તરફ જતા રિંગ રોડને સમાંતર આવેલા 12 મીટર પહોળા ટી.પી. રોડ પર દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. અહીં કુલ 24 કોમર્શિયલ બાંધકામો હટાવી 1,100 મીટર લાંબો ટી.પી. રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો.

બંને વિસ્તારોમાં દબાણો દૂર કરવા માટે AMC દ્વારા ચાર દબાણ ગાડી, ત્રણ જેસીબી મશીન, એક હિટાચી મશીન અને ખાનગી કોન્ટ્રાક્ટરના 20 મજૂરોની મદદ લેવામાં આવી હતી. આ કામગીરીના પગલે વેજલપુર અને સરખેજમાં કુલ 75 બાંધકામો દૂર કરીને આશરે 1.62 કિલોમીટર લાંબો ટી.પી. રોડ દબાણમુક્ત કરવામાં આવ્યો છે. રસ્તાની ઉપલબ્ધ પહોળાઈનો વધુ ઉપયોગ થઈ શકશે અને સ્થાનિક વાહનવ્યવહારને સરળતા મળશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાજપનું નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું, CM ભૂપેન્દ્ર પટેલે કાર્યકરોને આપ્યો ખાસ સંદેશ, 22 નવેમ્બરે મોટું આયોજન

ગાંધીનગર : દિવાળી અને નવા વર્ષના પર્વ નિમિત્તે ગુજરાત ભાજપ દ્વારા આજે પ્રદેશ કક્ષાના સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ...

અંબાજી-આબુ જતા વાહનચાલકો ધ્યાન આપો! PM મોદીની મુલાકાતને પગલે 13-14 નવેમ્બર સુધી આ માર્ગો રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લેશે....

PM મોદી 13 અને 14 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે : લાભ પાંચમે અંબાજી ખાતે માતાજીનાં દર્શન કરી પૂજા-અર્ચના કરશે

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ...

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...