Monday, September 28, 2026

સિંધુ ભવન રોડ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા : વાહન ચેકિંગ દરમિયાન પોલીસ પર કાર ચઢાવવાનો પ્રયાસ

spot_img
Share

અમદાવાદ : હિન્દી ફિલ્મોમાં પોલીસ જે રીતે આરોપીઓને પકડવા માટે વાનમાં પીછો કરે છે તેવી જ ઘટના અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર બની હતી. બે પોલીસ કર્મચારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા હતા. તે સમયે એક કારને રોકાવતા કારમાં બેઠેલા નબીરાઓ ત્યાંથી ભાગી ગયા હતા. જેથી તેમનો પીછો કરી કારને થોડી દૂર ઝડપી પાડી હતી. ઉશ્કેરાયેલા કાર સવાર નબીરાઓએ કાર રોકીને પોલીસ કર્મચારીઓને માર માર્યો હતો. જે બાદ પોલીસે એક આરોપીને દબોસી લીધો હતો, જ્યારે બાકીના ચાર શખસો ફરાર થઇ ગયા હતા. પોલીસે ફરાર ચાર આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવી કામે લગાડી છે.

મીડિયા રિપોર્ટ મુજબ સિંધુ ભવન રોડ પર પોલીસ દ્વારા વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન એક વરના કાર ત્યાંથી પસાર થઈ રહી હતી. જેની સ્પીડ વધારે લાગતા પોલીસે આ કારને રોકાવી હતી. ત્યારે કારમાં પાંચેક જેટલા શખસો બેઠા હતા. કાર રોકાવતા તે શખસો પોલીસ સાથે ઝઘડો કરવા લાગ્યા અને થોડી જ વારમાં કારના ચાલકે તેની કાર પોલીસ કર્મચારીઓ પર ચડાવી દીધી હતી. જે બાદ ત્યાંથી કાર હંકારી ભાગી છુટ્યા હતા. જેથી પોલીસને શંકા જતા તેની પીછો કર્યો હતો.આગળ જતાં કાર રાજપથ ક્લબ તરફ વળી હતી. થોડી જ વારમાં પોલીસે તેનો પીછો કરી અને કારને ઝડપી પાડી હતી.

સમગ્ર ઘટનાક્રમ દરમ્યાન કારમાંથી એક પછી એક શખશો ઉતરતા ગયા અને ભાગી ગયા હતા. જ્યારે એક શખસ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. 23થી 24 વર્ષના આ યુવાનોએ પોલીસને માર મારી અને તેના પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. હવે તેમને પકડવા માટે પોલીસે પ્રયાસો શરૂ કરી દીધા છે. પોલીસ દ્વારા હત્યાની કોશિશનો ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા માટે અમે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...