Tuesday, September 22, 2026

રાણીપમાં 77 વર્ષના વૃદ્ધે 13 વર્ષના બાળક સાથે શારીરિક અડપલાં કરીને બીભત્સ હરકતો કરી

spot_img
Share

અમદાવાદ: શહેરમાં રોજબરોજ વિચિત્ર ઘટનાઓ બની રહી છે. સગીરો પર બળાત્કાર થઈ રહ્યા છે ત્યાં હવે બાળકો પણ સુરક્ષિત નથી તેવું કહી શકાય. શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક બાળક એકલો હતો ત્યારે પાડોશી વૃદ્ધ તેના ઘરે ઘુસ્યા હતા. બાદમાં આ વૃદ્ધે અશ્લીલ કૃત્ય કરી બાળક સાથે અડપલાં કર્યા હતાં. જ્યારે બાળકના માતા પિતા ઘરે આવ્યા ત્યારે વૃદ્ધ ઘરમાંથી બહાર આવતા મામલો સામે આવ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ રાણીપમાં માતા પિતા અને તેમનો 13 વર્ષનો દીકરો ભાડે રહેતા હતા અને જેમના 77 વર્ષના વૃદ્ધ પાડોશી હતા. માતા પિતા કામથી બહાર ગયા હતા ત્યારે 13 વર્ષનો દીકરો ઘરે એકલો હતો ત્યારે ત્યાં અચાનક તેમના પાડોશી વૃદ્ધ આવ્યા હતા. મકાન માલિકે ઘરમાં કોઈ ના હોવાથી એકલતાનો લાભ ઉઠાવીને બાળક સાથે સૌ પ્રથમ શારીરિક અડપલાં કર્યા હતા બાદમાં બાળક સાથે બીભત્સ વર્તન શરૂ કર્યું હતું. આ દરમિયાન બાળકના માતા પિતા પરત આવ્યા હતા ત્યારે વૃદ્ધ ઘરમાંથી ભાગતા ભાગતા બહાર નીકળ્યા હતા.​​​​​​​

પરિવારને શક જતા ઘરમાં આવીને બાળકને પૂછયું ત્યારે બાળકે પરિવારને વૃદ્ધે કરેલ હરકતો અને તેના વર્તન અંગે જણાવ્યું હતું. જેથી બાળકની માતાએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને માતાએ વૃદ્ધ સામે ફરિયાદ નોંધાવી હતી.રાણીપ પોલીસે સમગ્ર મામલે વૃદ્ધ સામે પોકસો એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને અટકાયત કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...