Saturday, June 27, 2026

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાણીપમાં અને CM ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયામાં કર્યુ સ્વચ્છતા શ્રમદાન

spot_img
Share

અમદાવાદ : મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતિ પૂર્વે આજે દેશભરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શ્રમદાન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અને CM ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં શ્રમદાન કર્યું, જયારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે સુરતમાં શ્રમદાન કર્યું. સપ્ટેમ્બરના મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ લોકોને 1 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યાથી એક કલાક માટે સ્વચ્છતા માટે શ્રમદાન કરવાની અપીલ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ દેશભરમાં સ્વચ્છતા પખવાડિયા નિમીત્તે આજે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા દિવસની ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે કેન્દ્રીય ગુહમંત્રી અમિત શાહે અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં એસટી બસ સ્ટેન્ડમાં શ્રમદાન કર્યું હતું, જયારે CM ભુપેન્દ્ર પટેલે ઘાટલોડિયા વિસ્તારમાં સતાધાર ચાર રસ્તા લક્ષ્મણગઢના ટેકરા પાસે સ્વચ્છતા શ્રમદાન કર્યું હતું. શ્રમદાન કરતા સમયે CM હળવા મૂડમાં જોવા મળ્યાં હતા. આ દરમિયાન તેમણે સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી અને બે બાળકો સાથે સેલ્ફી ફોટો પણ લીધો હતો.

PM મોદીએ આ શ્રમદાન માટે એક તારીખ, એક કલાક, એક સાથેનું સૂત્ર આપ્યું છે. તેમણે કહ્યું- સ્વચ્છ ભારત એક સહિયારી જવાબદારી છે અને દરેકે સ્વચ્છતા રાખવાના પ્રયાસો કરવા જોઈએ. આજના અભિયાન માટે દેશભરમાં 6.4 લાખ સ્થળોની પસંદગી કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...