અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી ફરી એક વખત ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. તા. 24 ઓક્ટોબરે અમિત શાહ IFFCO દ્વારા ગુજરાતમાં તૈયાર કરવામાં આવેલ નેનો ડેપ લિક્વિડ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. ત્યારે આ લોકાર્પણ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહેવાનું અહેવાલો જણાવી રહ્યા છે.
તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત મુલાકાતે હતા. તે દરમ્યાન અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મંત્રી નિવાસમાં ભાજપનાં ટોચનાં નેતાઓની બેઠક મળી હતી. ગત રોજ સોમવારે મોડી રાત્રે મળેલી આ બેઠક 5 કલાકથી વધુ સમય ચાલી હતી. આ બેઠકમાં અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ બેઠકમાં હાજર રહ્યા હતા.


