Sunday, April 26, 2026

અમદાવાદના આ વિસ્તારમાંથી દારૂનું ગોડાઉન ઝડપાયું, કલરના ડબ્બામાંથી 412 દારૂની બોટલ ઝડપાઇ

spot_img
Share

અમદાવાદ : રાજ્યમાં દારૂની હેરાફેરી માટે બૂટલેગરો અવનવા રસ્તાઓ અપનાવતા હોય છે, ત્યારે આવી જ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. સરખેજ વિસ્તારમાં આવેલા ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં પતરાના કલરના ડબ્બાઓની આડમાં દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. PCBની ટીમે દરોડો પાડી દારૂના જથ્થા સહિત 13 લાખથી વધુના મુદામાલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

અમદાવાદ PCBએ પાકી બાતમીના આધારે અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા ઉજાલા સર્કલ પાસે સાગર એસ્ટેટમાં માવેલ એસર ગ્રીન કેરીઝ પ્રા.લિમિટેડ નામના ગોડાઉન પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. ગોડાઉનની આગળ પડેલા કલરના પતરાના ડબ્બાઓમાં કલરના પાઉચ નીચે લાકડાના ભૂસામાં દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. પોલીસે કલરના ડબ્બાઓમાંથી વિદેશી દારુની 6 લાખથી વધુની કિંમતની 412 જેટલી બોટલો સહિત 13 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

પોલીસે માધુસિંહ દેવીસિંહ રાજપુત, રજાકખાન મજીદખાન પઠાણ તેમજ રિઝવાન ઉર્ફે લાલો સીમહંમદ વોરાની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓએ દિલ્હીથી ટ્રાન્સપોર્ટ મારફત દારૂની જથ્થો મંગાવ્યો હતો. દિલ્હીથી લક્ષ્મણસિંહ સિસોદિયા તેમજ ઈશ્વર રાજપૂત પાસેથી વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હતો. દિલ્હીથી શ્રીરામ એન્ટરપ્રાઈઝ નામની કંપનીના નામે કલરના પતરા ડબ્બાઓની આડમાં કલરના ડબ્બામાં પાઉચ તેની નીચે લાકડાના ભૂસામાં વિદેશી દારૂની સીલબંધ બોટલો સંતાડી તેનું પેકિંગ કરી અમદાવાદ મોકલવામાં આવ્યા હતા.

હાલ તો પોલીસે દિલ્હીથી દારૂનો જથ્થો મોકલનાર અશોક બારોટ, લક્ષ્મણ લાલસિહ સિસોદિયા તેમજ ઈશ્વર રાજપુતની શોધખોળ હાથ ધરી છે. તેમજ જે આરોપીઓએ ટ્રાન્સપોર્ટ દ્વારા દારૂનો જથ્થો મંગાવ્યો છે તેણે અગાઉ કોઈ વખત આ પ્રમાણે દારૂનો જથ્થો મંગાવ્યો હતો કે કેમ તેમજ આ દારૂનો જથ્થો અન્ય કોઈ વ્યક્તિને આપવાનો હતો કે કેમ તે તમામ મુદ્દા ઉપર પોલીસે વધુ તપાસ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...