ગાંધીનગર : ગાંધીનગરમાં ધારાસભ્ય રીટાબેન પટેલના સહાય ફાઉન્ડેશન આયોજીત રામકથા મેદાન ખાતે કેસરિયા ગરબા-નવરાત્રી 2023 નું આઠમું નોરતું ખાસ બની રહ્યુ હતું. કારણ કે, અષ્ટમીના દિવસે અહી 51 હજારના દીવાઓની મહાઆરતી કરાઈ હતી, અને આ આરતીમાં પીએમ મોદીના ચહેરાની અલૌકિક છબી તૈયાર કરાઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ આરાધનાના મહાપર્વ નવરાત્રીના આઠમાં નોરતે કેસરિયા ગરબા – નવરાત્રી 2023 માં 51000 થી વધુ દીવડાની મહાઆરતી કરાઈ હતી. આ મહાઆરતીમાં ભારતના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરાની અલૌકિક છબીનું નિર્માણ કરાયું હતું.કેસરિયા ગરબામાં પધારેલ લોકો માટે 3000 કિલો પ્રસાદની વ્યવસ્થા કરાઈ હતી.આ આરતીનો ડ્રોન નજારો સામે આવ્યો છે.
આઠમની આ મહાઆરતીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ લંડનમાં સ્થાન અપાયું હતું.આ દ્રષ્ય ગાંધીનગરવાસીઓ માટે ખાસ બની રહ્યુ હતું. આખા ગ્રાઉન્ડ પર દીવાનો ઝગમગાટ જોવા મળ્યો હતો.


