Sunday, September 27, 2026

ચાંદલોડીયા સહીત આ વિસ્તારોમાં જાહેર માર્ગ પર ગંદકી કરવા બદલ 15 એકમ મ્યુનિ.તંત્રે સીલ કરાયા

spot_img
Share

અમદાવાદ : AMC તંત્ર ફૂલ એક્શન મોડમાં આવ્યું છે. જાહેર માર્ગો પર ગંદકી ફેલાવનારા એકમો પર તાબડતોડ એક્શન કરીને સીલ કરી રહ્યું છે, જેમાં શહેરના જાણીતા એકમો શામેલ છે. આ તમામ એકમોને તંત્ર સખ્ત નોટીસ પણ પાઠવી રહ્યું છે.

મળતી વિગતો મુજબ અમદાવાદના જાહેર માર્ગ ઉપર ગંદકી કરવા બદલ થલતેજ, બોડકદેવ અને ચાંદલોડીયા વોર્ડમાં 15 એકમ મ્યુનિ.ના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા સીલ કરવામા આવ્યા હતા. ચાંદલોડીયા વોર્ડમાં સીલ કરવામા આવેલા એકમમાં ઈટાવિયન બેગ,ધ હંગરી હાઉસ સહિત અન્યો સામે કડક કાર્યવાહી કરી વહીવટી ચાર્જ પણ વસુલ કરાયો હતો.

થલતેજ વોર્ડમાં ઈટાવિયન બેગ, ચાય હૈ ના, ચાય પે ચર્ચા, સંજીવની હોસ્પિટલ સામે,વસ્ત્રાપુર, રુત્વા,થલતેજ, ધાગા,ઓકસફર્ડ ટાવર, આદિશ્વરી, તુલીપ ફલોરા, બોડકદેવ, સમર્થ ફલોરીસ્ટ, ઉમિયા સેનેટરી માર્ટ, ડોકટર કલીનીક, ઓવરસીઝ, કન્હૈયા પાર્લર ઉપરાંત સાનવી નિર્માણ ડેવલપરની સાઈટનો સીલ કરેલા એકમમા સમાવેશ થાય છે. ઝોનના અન્ય વોર્ડ વિસ્તારમાં 33 એકમને નોટિસ આપી બે લાખથી વધુનો દંડ વસુલ કરવામા આવ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...