Thursday, June 25, 2026

અમદાવાદ પોલીસ કમિશ્નરનું જાહેરનામું, દિવાળીમાં રાતે 10 પછી ફટાકડા ફોડશો તો કાર્યવાહી થશે

spot_img
Share

અમદાવાદ : રાજકોટ બાદ હવે અમદાવાદમાં પણ દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડા ફોડવા માટે ચોક્કસ સમય જાહેર કરવામાં આવ્યો છે. હકીકતમાં અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ફટાકડા ફોડવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ અમદાવાદીઓ દિવાળીમાં માત્ર બે કલાક જ ફટાકડા ફોડી શકશે.

અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા દિવાળીના તહેવાર દરમિયાન ફોડવામાં આવતા ફટાકડાને કારણે આગ અને અકસ્માતોના બનાવો અને જાહેર જનતાની સલામતી જળવાય તે માટે ફટાકડાના ખરીદ, વેચાણ અને ઉપયોગને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવ્યા મુજબ રાત્રે 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકશે.

આ ઉપરાંત હોસ્પિટલ, નર્સિંગ હોમ, સ્કૂલ, ન્યાયાલય, એરપોર્ટ, પેટ્રોલ પંપ અને ધાર્મિક સ્થળોના 100 મીટર ના ત્રીજયાનો વિસ્તાર સાયલેંટ ઝોન ગણાશે. જ્યાં કોઈ પણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં. આ ઉપરાંત પ્રદૂષણ વધવાની શક્યતાને જોતા ફટાકડાની લૂમ ફોડવા ઉપર પણ રોક લગાવી દેવામાં આવી છે.125 ડેસીબલથી 145 ડેસીબલ સુધીના ફટાકડા ફોડવા જરૂરી છે. ફટાકડાની લૂમ દ્વારા પ્રદુષણ અને ઘન કચરો ફેલાતો હોવાથી પ્રતિબંધ લગાવાયો છે.બજાર, શેરીઓ અને સાંકડી ગલીઓમાં ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

આ ઉપરાંત લાઇસન્સ ધારક વેપારીઓ જ ફટાકડાનું વેચાણ કરી શકશે. જ્યારે ઇ કોમર્સ વેબસાઈટ ઉપર ફટાકડાનું ઓનલાઈન વેચાણ થઈ શકશે નહીં. આ સિવાય ચાઈનીઝ તુક્કલના વેચાણ અને તેને ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે નૂતન વર્ષના તહેવાર દરમિયાન રાત્રે 11:55 થી 12:30 થી સુઘી ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવી છે.

આ સાથે જ પોલીસ દ્વારા લોકોને આ જાહેરનામાનો અમલ કરવા તાકીદ કરાઈ છે. જો કોઈ પણ આ જાહેરનામાનો ભંગ કરતા પકડાશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, એમ પણ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે આજથી ત્રણ દિવસ અગાઉ રાજકોટ પોલીસ કમિશનર દ્વારા પણ ફટાકડા ફોડવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં રાત્રે 10 થી 12 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...