અમદાવાદ : અમદાવાદમાં આગામી 19 નવેમ્બરે રમાનારી World Cupની ફાઈનલ મેચમાં અનેક સ્ટાર્સ,હસ્તીઓ અને નેતાઓ સ્ટેડિયમમાં હાજર રહેવાના છે. ત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કાંટે કી ટક્કર થશે. બીજી બાજુ અમદાવાદમાં વર્લ્ડ કપની ક્રિકેટ મેચને લઈ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.કેટલાક માર્ગો પર સવારે 11થી રાત્રે 12 વાગ્યા સુધી અવરજવર થઈ શકશે નહીં. ત્યારે તેના વૈકલ્પિક માર્ગો અંગે અમદાવાદ પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી છે.
નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમ’ મોટેરા, સાબરમતી ખાતે ICC CRICKET WORLD CUP – 2023 ની કૂલ ૫-મેચો રમાનાર હોય જે મેચો દરમિયાન નીચે જણાવેલ માર્ગ પરથી પસાર થતો ટ્રાફિક તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન કરવામાં આવે છે.@sanghaviharsh @GujaratPolice pic.twitter.com/tGoJDukXqm
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) November 17, 2023
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 લાખથી વધુ દર્શકો ફાઈનલ મેચ નિહાળવા માટે આવશે. ત્યારે મેચના દિવસે સવારે 11 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસિડેન્સી ટી થઈ મોટેરા ટી સુધીનો રસ્તો બંને બાજુએ બંધ રહેશે. વૈકલ્પિક માર્ગ તરીકે તપોવન સર્કલથી ઓ.એન.જી.સી ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઈને પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે. અન્ય માર્ગ કૃપા રેસિડેન્સી ટીથી શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ અપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.