Wednesday, March 4, 2026

અમદાવાદમાં ટ્રાફિક બ્રિગેડમાં 700 TRB ની કરાશે ભરતી, જાણો શારીરિક માપદંડ અને ભરતી પ્રક્રિયા વિશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ: ટ્રાફિક વિભાગમાં 700 TRB જવાનોની આગામી દિવસોમાં ભરતી કરાશે, આ ભરતી માં 700 જગ્યાઓ જગ્યા માટે 18000 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જોકે 9 પાસ ઉમેદવારો પણ પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે. મહત્વપૂર્ણ છે કે ટ્રાફિક પોલીસને મદદ મળી રહે તે માટે 700 ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવામાં આવશે.અગાઉ 700 TRB જવાનોને ગેરશિસ્ત ,ગેરરીતિ બદલછુટા કરવામાં આવેલા જે બાદ હવે એક સાથે 700 TRB જવાનોની ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે ટ્રાફિક વિભાગે ફોર્મ બહાર પાડયા હતા.જેમાં 9 પાસથી વધારે ભણેલા લોકો અરજી કરી શકે છે. અને હાલ સુધી 18000 જેટલા ઉમેદવારી નોંધાવી છે.

ટ્રાફિક પોલીસને મદદરૂપ થવા માટે ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવામાં આવશે. અમદાવાદમાં 700 જેટલા TRB જવાનોની આગામી સમયમાં ભરતી કરવામાં આવશે. આ ભરતીને લઈને ટ્રાફિક વિભાગ દ્વારા તૈયારી કરવામાં આવી છે. 23 એપ્રિલથી ભરતી અંગેની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સૌપ્રથમ 800 મીટરની ફિઝિકલ પરીક્ષા લેવામાં આવશે. જેમાં પાસ થયેલા ઉમેદવારોની પુશઅપ અને પુલઅપની પરીક્ષા લેવામાં આવશે અને બાદમાં લેખિત પરીક્ષા યોજાશે.

આ વખતે પરીક્ષા બાદ TRB જવાનોને ટ્રેનિંગ આપવામાં આવશે. TRB જવાનોની ગેરરીતિના કિસ્સા અગાઉ પ્રકાશમાં આવ્યા બાદ હવે TRB જવાનોની ભરતી કર્યાં બાદ તેમણે ડીસીપ્લીન, નિયમિતતા અને પ્રમાણિકતાની ટ્રેનિંગ આપવામાં આવશે.આ ભરતી થયેલાં ઉમેડવારીને હાલ પૂરતી 3 વર્ષ માટે નિમણૂંક કરવામાં આવશે જે બાદ આગળનો નિર્ણય કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...