અમદાવાદ : અમદાવાદના રખીયાલ પોલીસ સ્ટેશનના આસીસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલે લાંચ માંગી હોવાનો ગુનો નોંધાયો છે. અમદાવાદ ACB એ આ અંગે છટકું ગોઠવતા પોલીસ સ્ટેશનમાં ACB ની ટીમ પંચો સાથે પહોંચી હતી. જોકે ASI ઝડપાઇ જવા પામ્યો છે, જ્યારે પોલીસ કોન્સ્ટેબલ ACB ની ટીમ હોવાનું જાણતા જ ભાગી છૂટ્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ACB માં ફરિયાદ કરનારા ફરિયાદી અને તેમના મિત્રો જુગાર રમતા ઝડપાયા હતા. જેને લઈ જુગારના કેસમાં જામીન લાયક કેસ બનાવવા અને જામીન આપવા સહિત હેરાન નહીં કરવા માટે રખીયાલ પોલીસ સ્ટેશનના ASI અકબરશાહ દિવાન અને પોલીસ કોન્સ્ટેબલ રાજુ ભોપાભાઇએ 10 લાખ રુપિયાની માંગણી લાંચ પેટે કરી હતી.પરંતુ અંતે રકઝક બાદ 1 લાખ 35 હજાર રુપિયા લાંચ આપવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ. આ લાંચની રકમ આપવા જતા ACB એ છટકુ ગોઠવ્યુ હતુ.અમદાવાદ ACB એ આ અંગે છટકું ગોઠવતા પોલીસ સ્ટેશનમાં ACB ની ટીમ પંચો સાથે પહોંચી હતી. જોકે ASI ઝડપાઇ જવા પામ્યો છે, જ્યારે પોલીસ કોન્સ્ટેબલ ACB ની ટીમ હોવાનું જાણતા જ ભાગી છૂટ્યો હતો.
તમને જણાવી દઈએ કે સર્વેલન્સ સ્ક્વોડના આ પોલીસ કર્મીઓની હિંમત એવી હતી કે, આ માટે પોલીસ કોન્સ્ટેબલ રાજુ ભોપાભાઇ અને ASI અકબરશાહ દિવાને રવિવારે રાત્રી દરમિયાન લાંચ લઈને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા.જ્યાં ACB એ છટકું ગોઠવ્યુ હતુ. ACB ની ટીમે હવે ભાગી છૂટેલા પોલીસ કર્મીને ઝડપી લેવા માટે પ્રયાસો શરુ કર્યા છે.