Saturday, September 26, 2026

સિંધુભવન રોડ પર હિટ એન્ડ રન મામલો, બાઇકચાલકનો ભોગ લેનારો આરોપી પોલીસના સકંજામાં

spot_img
Share

અમદાવાદ : સિધુભવન ખાતે રાત્રે અકસ્માત સર્જી ફરાર થનાર આરોપીને આખરે પોલીસે ઝડપી લીધો છે. અકસ્માત બાદ ફરાર થયેલા આરોપી આજે પોલીસ સકંજામાં આવી ગયો છે. પોલીસે જ્યારે કારચાલક અંગે તપાસ કરવામાં આવી ત્યારે આરોપી ડીસા તાલુકાનો વતની અને હાલ ગુલબાઈ ટેકરા નજીક પાસપોર્ટ ઓફિસ ચાર રસ્તા પાસે આવેલી ગંગોત્રી સોસાયટીના પરેશભાઈના પીજીમાં રહેતો 21 વર્ષીય પ્રેમ મુકેશભાઈ માળી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. છે. તે સાબરમતી યુનિવર્સિટીમાં MBAના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. તેણે તેના મિત્ર મયૂરસિંહ ટાંક પાસેથી 7 માર્ચના રોજ થાર ગાડી ચલાવવા માટે લીધી હતી. જે પછી 9 માર્ચે એટલે કે ગઈકાલે રાત્રિના પ્રેમ થાર લઈને સિંધુભવન રોડ તાજ હોટલ પાસે જતો હતો એ વખતે રાતના બે વાગ્યે અકસ્માત થયો હતો.

થારનો ચાલક ડીસા તાલુકાનો વતની અને હાલ ગુલબાઈ ટેકરા નજીક પાસપોર્ટ ઓફિસ ચાર રસ્તા પાસે આવેલી ગંગોત્રી સોસાયટીના પરેશભાઈના પીજીમાં રહેતો 21 વર્ષીય પ્રેમ મુકેશભાઈ માળી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. તે સાબરમતી યુનિવર્સિટીમાં MBAના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. તેણે તેના મિત્ર મયૂરસિંહ ટાંક પાસેથી 7 માર્ચના રોજ થાર ગાડી ચલાવવા માટે લીધી હતી. 9 માર્ચે એટલે કે ગઈકાલે શિવરાત્રિનો ઉપવાસ હોઈ, રાત્રે હાજર હતો એ વખતે રાત્રિના 1.32 વાગ્યે દિવ્યાંગ પટેલનો ફોન આવ્યો હતો, આથી તેણે નાસ્તો કરવા માટે તાજ હોટેલની સામે સિંધુભવન રોડ ઉપર બોલાવ્યો હતો, આથી પ્રેમ થાર લઈને સિંધુભવન રોડ તાજ હોટેલ પાસે જતો હતો એ વખતે રાતના બે વાગ્યે અકસ્માત થયો હતો.

તમને જણાવી દઈએ કે સિંધુભવન રોડ પર જયદીપ વિપુલભાઈ સોલંકી નામનો સગીર મિત્રની બાઈક લઈને સિંધુભવન રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ઓર્નેટ પાર્ક ચાર રસ્તા પાસે મહિન્દ્રા થાર કારના ચાલકે પૂરઝડપે કાર હંકારી બાઈકસવાર યુવકને અડફેટે લીધો હતો. અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી કાર મૂકીને નાસી છૂટ્યો હતો. અકસ્માતને પગલે રાહદારીઓનાં ટોળેટોળાં ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. આ અંગેની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...