ગાંધીનગર : ભાજપે પાંચ વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવારોની જાહેરાત કરી છે. ચોંકવનારી બાબત એ છે કે, ભાજપે પક્ષપલટો કરીને આવેલા કોંગ્રેસી નેતાઓને આ બેઠકો પર ટિકિટ આપી છે. ભાજપે છેલ્લા ત્રણ મહિનામાં કોંગ્રેસમાંથી આવેલા આયાતી ઉમેદવારોને પેટાચૂંટણીમાં ટિકિટ આપી છે. પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, વીજાપુરથી સી.જે.ચાવડા, ખંભાતથી ચિરાગ પટેલ, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને માણાવદરથી અરવિંદ લાડાણીને ટિકિટ આપવામા આવી છે. જે બતાવે છે કે ભાજપે આખરે વચન પાળ્યું છે. ગુજરાતમાં ધારાસભ્ય પદ છોડીને ભાજપમાં આવેલા તમામને ટિકિટ અપાઇ છે.
તમને જણાવી દઈએ કે, આ તમામ નેતાઓએ તાજેતરમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં કેસરિયા કર્યા હતા. જે બાદ આ તમામ લોકોને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત, વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી માટે અત્યાર સુધી ચૂંટણી પંચ દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આ તમામ બેઠકોની ચૂંટણી લોકસભાની ચૂંટણી સાથે જ યોજવામાં આવશે.
કોને કોને મળી ટિકિટ
વિજાપુર – સીજે ચાવડા
પોરબંદર – અર્જુન મોઢવાડિયા
માણવદર – અરવિંદ લાડાણી
ખંભાત – ચિરાગ પટેલ
વાઘોડિયા – ધર્મેન્દ્રસિંહ વાઘેલા