Friday, September 25, 2026

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મતદાન જાગૃતિને લઈને અનોખો પ્રયાસ કરાયો, મ્યુઝિકલ પર્ફોર્મન્સ સાથે ડ્રોન શો યોજાયો

spot_img
Share

અમદાવાદ: લોકસભા સામાન્ય ચૂંટણી – 2024 અંતગર્ત અમદાવાદ શહેર અને જિલ્લામાં 7 મી મેના રોજ મતદાન યોજાનાર છે. ત્યારે લોકશાહીના આ મહાપર્વમાં વધુને વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી તંત્ર અને ખાનગી સંસ્થા દ્વારા સાથે મળી અમદાવાદના રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર ગ્રાઉન્ડ ખાતે મતદાન જાગૃતિ માટે ડ્રોન શો તેમજ મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ મુખ્ય નિર્વાચીન અધિકારી કચેરી ગાંધીનગર, અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર ગ્રાઉન્ડ ખાતે મતદાન જાગૃતિ માટે ડ્રોન શો તેમજ મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિવિધ સિંગર દ્વારા મ્યુઝિકલ પરફોર્મન્સ સાથે મતદાન જાગૃતિનો મેસેજ આપવામાં આવ્યો હતો.ડ્રોન શોમાં 100 જેટલા ડ્રોન થકી મતદાન જાગૃતિને લઈને વિવિધ મેસેજ આપવામાં આવ્યા હતા. આ સાથે જ મ્યુઝિકલ નાઈટ તેમજ કાવ્યપઠનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું,

કવિ અને કવિયત્રીઓએ પણ મતદાન જાગૃતિનો મેસેજ આપતી કવિતાઓ રજૂ કરી મતદાનનો સંદેશ આપ્યો હતો. આ ઉપરાંત અમદાવાદની ફૂટબોલ ટીમ અમદાવાદ એવેંજરસના ખેલાડીઓએ પણ લોકોને વધુમાં વધું મતદાન કરે એ માટે મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો હતો. અગાઉ પણ ચૂંટણી પંચ અને અન્ય સંસ્થાઓ દ્વારા મતદાન જાગૃતિ માટે અનેક પ્રકારના અભિયાન કરવામાં આવ્યા છે. દેશના દિગ્ગજો પણ લોકોને વધુને વધુ મતદાન કરવા અપીલ કરી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...