Wednesday, March 11, 2026

નવા વાડજમાં શિવમ એપાર્ટમેન્ટના એક ફ્લેટની છતનો મોટો હિસ્સો ધરાશયી, પતિ-પત્નીને સામાન્ય ઈજાઓ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં હાઉસીંગ બોર્ડના અનેક ફ્લેટ ટાઈપ મકાનો જર્જરિત થયા છે અને તેમાં કોઈ રિપેરિંગ કામકાજ થતું નથી તેનો વધુ એક પુરાવો હાઉસીંગ બોર્ડના ફ્લેટની છતનો મોટો હિસ્સો ધરાશયી થયો હતો તેના પરથી જાણી શકાય છે. નવા વાડજમાં અખબારનગર સર્કલ પાસે આવેલા હાઉસીંગ બોર્ડના ફ્લેટની છતનો મોટો હિસ્સો ધરાશયી થયો હતો. તેના પગલે ફલેટમાં નાસભાગ મચી ગઈ હતી અને મોટો હોબાળો થયો હતો, પરંતુ સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી.પતિ-પત્નીને સામાન્ય ઈજાઓ થવા પામી છે.

 

View this post on Instagram

 

A post shared by mirchinews (@mirchinews)

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં હાઉસીંગ બોર્ડના શિવમ એપાર્ટમેટમાં ત્રીજા માળે આવેલ બ્લોક નં-૩૫માં બુધવાર બપોરના સમયે મેઈન રૂમમાં પરિવારજનો આરામ કરતા હતા.ત્યારે છતનો મોટો હિસ્સો ધડામ દઈ અવાજ સાથે ધરાશયી થયો હતો, તેના પગલે લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને મોટો હોબાળો થયો હતો, મકાન માલિક ભીખાભાઈ મેઘાણીએ મિર્ચી ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હુ અને મારી પત્ની મકાનમાં આગળના રૂમમાં જ હતા. પરંતુ છતનો હિસ્સો સાઈડમાં ધરાશયી થવાને કારણે અને નીચે કોઈ હાજર ન હોવાને કારણે અમને સામાન્ય ઈજાઓ થયેલ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર શિવમ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળના તમામ ફલેટની હાલત જર્જરિત છે. અહીં લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.ગમે ત્યારે કોઈ દૂર્ઘટના ઘટે પહેલા સોસાયટીમાં રિડેવલપમેન્ટ થવું જોઈએ. અહીં તમને જણાવી દઈએ કે શિવમ એપાર્ટમેન્ટમાં અનેક ફ્લેટો વર્ષો જુના છે અને જર્જરિત હાલતમાં છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ એક બનાવમાંથી શીખ નહી લે અને હાઉસીંગ બોર્ડના વર્ષો જૂના મકાનોનો સ્ટ્રકચરલ રિપોર્ટ નહીં કઢાવે તો ભવિષ્યમાં તે કોઈ મોટી હોનારતને આમંત્રણ આપશે તે સુનિશ્ચિત છે. ઘોડા છૂટી ગયા પછી તબેલાના તાળા મારવા જવાના બદલે કોર્પોરેશન પાણી પહેલા પાળ બાંધવાનું વલણ અપનાવે તો કમસેકમ બિનજરૂરી જાનહાનિ થતી અટકશે અને તેના કામની પણ બોલબાલા થશે. અમદાવાદ સહિત હાઉસિંગ બોર્ડના કેટલાય મકાનોની જર્જરિત સ્થિતિ છે અને કોર્પોરેશનનો મકાન વિભાગ આ મોરચે સક્રિય થાય તે જરૂરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...