Friday, September 25, 2026

અમદાવાદ કમિશ્નરના જાહેરનામામાં સુધારો, કારમાં લાકડી કે સ્ટીક રાખવી હવે ગુનો નથી!

spot_img
Share

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટે ગંભીર અવલોકન કરતાં અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા હથિયારો રાખવા પર પ્રતિબંધ મૂકતા જાહેરનામામાં સુધારો કરવામાં આવ્યો છે. જેમાં દંડા, લાકડી, સોટી અથવા તો લાઠીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ભવિષ્યમાં પણ હથિયારબંધીના જાહેરનામામાં દંડા, લાકડી, સોટી અથવા તો લાઠી જેવા હથિયારોનો સમાવેશ કર્યા વિના જ જાહેરનામામાં સુધારો કર્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગુજરાત હાઈકોર્ટમાં ગત 12મી જૂનના રોજ થયેલી સુનાવણીમાં કોર્ટે અવલોકન કર્યું હતું કે, કોઈપણ વ્યક્તિની કારમાંથી બેઝબોલ રમવાની સ્ટીક મળે એટલે એ વ્યક્તિ ગુનેગાર કેવી રીતે થઈ જાય? અને પોલીસ દ્વારા તેની સામે ગુનો શા માટે દાખલ કરવામાં આવે છે? કોર્ટના આ અવલોકન બાદ પોલીસ કમિશ્નર દ્વારા હથિયારબંધીનું સુધારેલ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અગાઉના જાહેરનામામાં દંડા, તલવાર, ભાલા, સોટી, બંદૂક, ખંજર તથા સામાન્ય રીતે રામપુરી બનાવટવાળા કોઈપણ ચપ્પુ, જે અઢી ઈંચથી વધારે લાંબુ, છેડેથી અણીવાળુ પાનુ હોય તેવા ચપ્પા સાથે રાખી ફરવાની તેમજ લાકડી અથવા લાઠી, શારીરિક ઈજા પહોંચાડવામાં ઉપયોગી થઈ શકે એવી બીજી કોઈ ચીજો લઈ જવાની મનાઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. હવે પોલીસ કમિશ્નરે કોર્ટના અવલોકનને ધ્યાને રાખીને કેટલોક સુધારો કર્યો છે.

અમદાવાદ પોલીસ કમિશ્નરના આ જાહેરનામાંથી એવા લોકોને રાહત મળશે જેમની વિરુદ્ધ આ મામલે અગાઉ ગુનો નોંધાયો હતો. એટલે કે વિદ્યાર્થીઓ સહિત જે નિર્દોષ લોકો પર GP એક્ટ 135 મુજબ ગુનો દાખલ થયો હતો અને આ ગુનો પાસપોર્ટ સહિતની અનેક કાર્યવાહીમાં નડતા હતા એ હવે નહીં થાય.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...