20 C
Gujarat
Friday, January 3, 2025

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં સ્કૂલ વાનચાલકોની હડતાળથી વિધાર્થીઓ-વાલીઓ પરેશાન

Share

અમદાવાદ : અમદાવાદ સહિત ગુજરાતભરમાં મંગળવારથી સ્કૂલ વાહન ચાલક એસોસિએશન દ્વારા હડતાળનો નિર્ણય લેવાયો છે. ટ્રાફિક પોલીસ તેમજ RTO વિભાગ દ્વારા કરવામાં આવતી ખોટી કાર્યવાહીના વિરોધમાં એસોસિએશને હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે.અમદાવાદમાં આજે વહેલી સવારે નાઈટ ડ્રેસમાં વાલીઓ બાળકોને સ્કૂલે મૂકવા માટે આવ્યા હતા.એમાંય ખાસ કરીને નોકરિયાત વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. બીજી બાજુ વાન અને રિક્ષા ભાડામાં પણ રૂ. 200 નો વધારો કરવામાં આવ્યો છે..

સ્કૂલ વર્ધી એસોસિયેશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે RTO અને રાજ્ય સરકારની નબળાઈના કારણે આજે હડતાળ પાડી છે. છેલ્લા એક વર્ષથી અમે રજૂઆત કરતા હતા પરંતુ નિવેડો ના આવ્યો. રાજકોટની ઘટના બાદ તંત્ર ઓચિંતુ જાગ્યું છે. અમે બાળકોની સુરક્ષા માટે હડતાળ પાડી છે. RTOને વિનંતી કે, અમને થોડો સમય આપવામાં આવે. જે લોકો ગેરકાયદે ચલાવે છે એમની સામે કાર્યવાહી કરો. જ્યાં સુધી અમારી સમસ્યાનું સમાધાન નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.

અમદાવાદમાં વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે મૂકવા માટે આવ્યા હતા. બીજી બાજુ વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે, વાહનના ભાડામાં રૂ. 200નો વધારો પણ કરવામાં આવ્યો છે. ભાડામાં વધારો કરી વાલીઓ પર મોંઘવારીનો બોજ નાખ્યો છે. પોતાના બાળકોને સ્કૂલ મૂકવા-લેવા અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

હડતાળથી હેરાન થયેલા વાલીઓએ મિર્ચી ન્યુઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, બાળકોની સેફટીએ પ્રાયોરિટીમાં હોવી જોઈએ. RTO દ્વારા ચેકિંગ થાય તે યોગ્ય જ છે બાળકોને સ્કૂલે મૂકવા આવવામાં મુશ્કેલી પડી રહી છે પરંતુ બાળકોની સેફટી પણ એટલી જ મહત્વની છે. RTO એ ઝડપથી વાહનોનું ચેકિંગ કરી અને તેઓને પરમિટ ઈશ્યૂ કરવી જોઈએ.

સ્કૂલ વાન અને રિક્ષામાં ફિટનેસ સર્ટિફિકેટ, પાસિંગ, બેસવાની ક્ષમતા અંગે RTO અને ટ્રાફિક દ્વારા સંયુક્ત ડ્રાઈવ યોજવાની હતી, જેને લઈને સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા આજથી અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરવામાં આવી હતી. હડતાળના પગલે વાલીઓએ પોતાના બાળકોને સ્કૂલે મૂકવા આવવું પડ્યું હતું. નોકરી-ધંધે જતા વાલીઓએ પોતાનો સમય બગાડીને બાળકોને સ્કૂલે મૂકવા આવવું પડ્યું હતું. જેના કારણે વાલીઓ પણ મુશ્કેલીમાં મૂકાયા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles