Thursday, September 24, 2026

અમદાવાદમાં 15 ઓગસ્ટે બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર યુવક ઝડપાયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં 15મી ઓગસ્ટના દિવસે બ્લાસ્ટ કરવાની ધમકી આપતો કોલ આવ્યો હતો. આ કોલ આવતા શહેર પોલીસ અને તમામ એજન્સી એક્ટિવ થઈ ગઈ હતી, ત્યારે એક યુવકે અભ્યાસના ભારણના કારણે આ કોલ કર્યાનું સામે આવતા પોલીસે કુબેરનગરથી દબોચીને આરોપીની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, જ્યાં દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યાં અમદાવાદ શહેર પોલીસને 15 મી ઓગસ્ટના દિવસે જ બૉમ્બ બ્લાસ્ટ કરવાનો ધમકીભર્યો કોલ મળતા જ પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસને કોલ મળતાની સાથે જ આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી, ફોન નંબરના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા કુબેરનગર વિસ્તારમાંથી અરહિંત જૈન નામના યુવકને ઝડપવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, અભ્યાસના વધુ પ્રેશરના કારણે યુવક ડિપ્રેશનમાં આવ્યો હતો. જેની માનસિક સ્થિતિ યોગ્ય ન હોવાનું સામે આવ્યું છે. જે યુવકે મજાક મસ્તીમાં કોલ કર્યો હોવાનું સામે આવતા તેની વિરુદ્ધમાં સરદારનગર પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે, 15 મી ઓગસ્ટના બૉમ્બ બ્લાસ્ટ કરવાનો ધમકીભર્યો કોલ મળ્યો હતો. આ મામલે તરત જ તપાસ કરવામાં કાંકરિયાના રહેવાસી અરહિંત જૈન નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ યુવક ગ્રેજ્યુએશન કરી રહ્યો છે. તેની પુછપરછ કરતા પ્રાથમિક તારણ સામે આવ્યું છે કે, આ યુવક માનસિક રીતે અસ્વસ્થ છે અને અભ્યાસના પ્રેશરને કારણે આ પ્રકારનો ફોન કર્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...