Wednesday, March 4, 2026

માતાપિતા માટે ફરી ચેતવણી રૂપ કિસ્સો! બાળકની શ્વાસનળીમાં ધારદાર પીન ફસાતાં જીવ તાળવે ચોંટયો

spot_img
Share

અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં માતા-પિતાને ચોકાવનારો કિસ્સો ફરી વખત સામે આવ્યો છે.વ્યવસાયે ડ્રાઇવર એવા ઠાસરાના દિલીપભાઈ શર્મા અને શર્મિષ્ઠાબેનના 12 વર્ષના પુત્ર કૌશલ ને 4 ઓક્ટોબર 2024ના રોજ જમતી વખતે ખાવાની થાળીમાં સેફ્ટી પીન પડતાં ભૂલથી જમવાના કોળિયાની સાથે સેફટી પીન ગળામાં થઈ શ્વાસ નળીમા પહોંચી . જેથી ઉલટી અને ગળામાં દુખાવાની શરૂઆત થઈ હતી. ઠાસરામાં એક ખાનગી ક્લિનિકમાં કૌશલને લઈ જઇ એકસ રે કરાવતા શ્વાસનળીમાં જમણી બાજુએ સેફ્ટી પીન હોવાનું નિદાન થયું હતું. દર્દીને વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ રીફર કરવામાં આવ્યા.

દર્દીને કલિનીકલી સ્ટેબલ કર્યા બાદ પીડીયાટ્રીક સર્જરી વિભાગના વડા અને તબીબી અધિક્ષક ડૉ.રાકેશ જોશી તેમજ એનેસ્થેસિયા વિભાગના પ્રોફેસર ડૉક્ટર રમીલા તેમજ એસોસિયેટ પ્રોફેસર ડૉક્ટર કિરણની ટીમ દ્વારા તારીખ 10-10-24 નાં રોજ જટિલ એનેસ્થેસીયા સાથે બ્રોન્કોસ્કોપી કરી સફળતાપૂર્વક સેફ્ટી પીનને કૌશલની જમણી શ્વાસનળીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, 12 વર્ષના કૌશલની જમણી શ્વાસનળીમાંથી ઓપરેશન કરી કાઢવામાં આવેલ પીન અત્યંત તિક્ષ્ણ હતી.જેથી ઓપરેશન દરમ્યાન ખૂબ જ સાવચેતી રાખવામાં આવી હતી.જેથી કરીને બાળકનાં શ્વાસનળીના નાજુક ભાગને નુકસાન ન થાય. ઓપરેશન પછી કોઇપણ બીજી તકલીફ ન રહેતા સ્વસ્થ જણાતા બાળક ને રજા આપવામાં આવી. વારંવાર હોસ્પિટલમાં આવતા આ પ્રકારના કિસ્સાઓ ઉપર થી માતાપિતા એ શિખ લેવાની અને ચેતવાની જરૂર છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...