Wednesday, September 23, 2026

સાવધાન મકાન માલિકો, પોલીસ યોજશે સ્પેશ્યલ નોંધણી ડ્રાઈવ, પોલીસ આવશે તમારા ઘરે !

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં જે લોકો ભાડે ઘરમાં રહી રહ્યાં છે તે લોકો અને મકાન માલિકો થઇ જજો સચેત, ગુજરાત પોલીસે એક વિશેષ અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન 13 થી 27 ઓક્ટોબર 2024 સુધી ચાલશે. આ અભિયાન હેઠળ ભાડુઆત નોંધણી અંગેની ખાસ ડ્રાઈવ યોજવામાં આવશે. ગુજરાત પોલીસનાં આ વિશેષ અભિયાનનો હેતુ એ છે કે ભાડુઆતની નોંધણીના નિયમનું ચુસ્ત પાલન થાય અને સૌ સુરક્ષિત-સલામત રહે.

ગુજરાત પોલીસ દ્વારા આજથી 27 ઓક્ટોબર સુધી એક ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. ભાડુઆત નોંધણી અંગેની આ ઝુંબેશ હેઠળ પોલીસ ભાડુઆત નોંધણી અંગેની તપાસ ઘરે ઘરે જઈને કરી શકે છે. આ મામલે ગુજરાત પોલીસે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી માહિતી આપી છે, જેમાં લખ્યું છે કે રાજ્યભરમાં 13 થી 27 ઓકટોબર, 2024 દરમિયાન ભાડુઆત નોંધણી અંગેની ખાસ ડ્રાઈવ યોજવામાં આવશે. ભાડુઆત અંગે પોલીસ સ્ટેશન ખાતે નોંધણી કરાવવી ફરજિયાત છે, જે લોકોએ મકાન ભાડે રાખ્યું છે તે ભાડુઆત અને મકાનમાલિક છે તેણે પોલીસ સ્ટેશનમાં ઓનલાઇન ભાડા કરાર નહિ બતાવ્યો હોય અને નહિ કર્યો હોય તો પોલીસ તમારી સામે કરી શકે છે કાર્યવાહી.

અન્ય એક પોસ્ટમાં ગુજરાત પોલીસે લખ્યું કે, ગુજરાત પોલીસનાં આ વિશેષ અભિયાનનો હેતું એ છે કે ભાડુઆતની નોંધણીનાં નિયમનું ચુસ્ત પાલન થાય અને સૌ સુરક્ષિત-સલામત રહે. આથી, પોલીસને સહકાર આપો, જલદીથી ભાડુઆત અંગે નોંધણી કરો.! ઉલ્લેખનીય છે કે, મકાન ભાડે રાખી ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપતા કેટલાક ગુનેગારોની અગાઉ ધરપકડ કરવામાં આવી છે. ગુનાહિત પ્રવૃત્તિઓમાં ભાડાનાં મકાન કે અન્ય પ્રોપર્ટીનો ઉપયોગ થતો અટકાવવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવા ભાડુઆતની નોંધણી ફરજિયાત કરાઈ છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...