કચ્છ : PM મોદી છેલ્લા કેટલાક દિવસોમાં સતત બીજી વખત ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમના પ્રવાસના આજના બીજા દિવસે તેઓ સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે કેવડિયાની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા હતા. હવે PM મોદી કચ્છ પહોંચ્યા છે, જ્યાં તેઓ સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
PM મોદી માટે આ મુલાકાત ખાસ રહી છે, કારણ કે આ પહેલીવાર છે જ્યારે વડાપ્રધાન બન્યા બાદ તેઓ ગુજરાતમાં જવાનો સાથે દિવાળી ઉજવી રહ્યા છે. અગાઉ PM મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમણે ગુજરાતના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. નોંધનીય છે કે PM મોદી વર્ષ 2023 હિમાચલ પ્રદેશ પહોંચ્યા હતા.
નોંધનીય છે કે, કચ્છના લક્કી નાલા ખાતે જવાનો સંગ દીપાવલીની ઉજવણી કરી હતી. મહત્વની વાત એ છે કે, PM મોદી દર વખતે દેશના જવાનો સાથે જ દિવાળીની ઉજવણી કરતા હોય છે. આ વખતે તેમણે ગુજરાતમાં કચ્છના જવાનો સાથે દિવાળીની ઉજવણીઓ કરી છે.
આ અગાઉ કેવડિયા ખાતે લોખંડી પુરૂષ સરદાર સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ વડાપ્રધાન મોદી સીધા કચ્છ પહોંચ્યા હતા. જ્યાં તેમણે સૈનિકો સાથે સમય વિતાવી અને તેમને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. તેમની આ મુલાકાતને રાષ્ટ્રીય એકતા અને સૈનિકોના સન્માનના પ્રતીક તરીકે જોવામાં આવી રહી છે. દિવાળીના અવસર પર પીએમ મોદી આ પહેલા પણ ઘણી વખત સૈનિકો સાથે જોવા મળ્યા છે. પીએમ ગયા વર્ષે (2023) હિમાચલ પ્રદેશ પહોંચ્યા હતા.